35 જેટલી મશીનરી જપ્ત, અંદાજીત 1 કરોડનો મુદ્દામાલ સીઝ – કલેક્ટર ધાનાણીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના રાતડી ગામ વિસ્તારમાં વહેલી સવારે ખાણખનિજ વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર અને મિતેષ મોદીની આગેવાનીમાં ટીમે મેદાનમાં ઉતરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાતડી, વિસાવાડા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાતી અનેક મશીનરીઓ મળી આવી હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર જ કાર્યવાહી કરીને કુલ 35 જેટલી મશીનરીઓ જપ્ત કરી, જેમાં 18 ચકરડી મશીન, 10 ટ્રેકટર, 5 ડમ્પર/ટ્રક, 1 લોડર અને 1 જનરેટર મશીનનો સમાવેશ થાય છે.આ અચાનક રેડથી રાતડી અને આસપાસના વિસ્તારમાં ખનન માફિયાઓમાં ભારે હડકંપ મચી ગયો છે. પોરબંદરનો દરિયાઈ પટ્ટી વિસ્તાર ગેરકાયદે ખનન મામલે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. અવારનવાર સરકારી અને ખાનગી માલિકીની જમીનોમાંથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓની પકડી પાડવામાં આવે છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ખાનગી માલિકીની જમીનોમાંથી ઝડપાય આવેલ ગેરકાયદે બિલ્ડિંગ લાઇમ સ્ટોનના ખાડામાં માપણીની કાર્યવાહી હાથ ધરી જમીન માલિક સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓને લગામ લાગશે.
- Advertisement -
જુદા જુદા લોકેશન પરથી પુરાવા મળી
ટીમે રાતડી ગામની આસપાસના કુલ 8 અલગ અલગ લોકેશનો પરથી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પકડી પાડી હતી. તપાસ દરમ્યાન કેટલાક સ્થળોએ ખનન ચાલી રહ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ મશીનરી ખનન માટે તૈયાર હાલતમાં મળી આવી હતી.
ત્રણ વાહનમાલિકો દ્વારા સ્થળ પર જ દંડ ભરાયો
તંત્રના જણાવ્યા મુજબ, ત્રણ ડમ્પર/ટ્રક માલિકોએ સ્થળ પર જ પોતાનો ગુનો સ્વીકારી ઈૠખ ૠયજ્ઞ ખશક્ષય આા મારફતે ઓનલાઈન દંડકીય રકમ ભરપાઈ કરી હતી. જ્યારે અન્ય મશીનરી તંત્ર દ્વારા સીઝ કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
9 સીઝ કરાયેલ મુદ્દામાલની કિંમત આશરે 1 કરોડ
આ કાર્યવાહી દરમ્યાન જપ્ત કરાયેલ તમામ મશીનરીઓની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હોવાનું તંત્રે જણાવ્યું છે. ખાણખનિજ વિભાગે ગેરકાયદે ખનન કરનાર વ્યક્તિઓ તથા મશીન માલિકો સામે નિયમોનુસાર કાર્યવાહી શરૂ કરી છે.



