ઘુસિયામાં 56 કોમર્શિયલ, 14 રહેણાંક અને 2 ધાર્મિક તથા માલજીંજવામાં 24 કોમર્શિયલ, 2 રહેણાંક અને 1 ધાર્મિક સહિત 99 દબાણો દૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ડેમોલિશનનું અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત આજે તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીંજવા ગામે કોમર્શિયલ રહેણાંક અને ધાર્મિક દબાણ અને દૂર કરવામાં આવ્યાં હતાં.જેની વિગત જોઈએ તો, ઘુસિયામાં 56 કોમર્શિયલ, 14 રહેણાંક અને 2 ધાર્મિક જગ્યાઓની આશરે 30,352 ચોરસ મીટર તથા માલજીંજવામાં 24 કોમર્શિયલ, 2 રહેણાંક અને 1 ધાર્મિક જગ્યાની આશરે 3,500, ચોરસ મીટર જમીન સહિતના 99 દબાણો દૂર કરીને આશરે રૂ.5.52 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આજે બપોરેના સમયે સાત જેસીબીની મદદથી વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે રસ્તા પર નડતરરૂપ આ તમામ દબાણો દૂર કરવામાં
આવ્યા હતાં.



