ઓરડી, ગેરેજ અને ઔદ્યોગિક બાંધકામ પર બુલડોઝર ફર્યું
રાજકોટ મનપા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ વાવડીમાં અનામત પ્લોટ તથા મેઈન રોડ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ અને બાંધકામને હટાવવામાં આવ્યા હતા. જેમાં ઓરડી, બે ગેરેજ અને ઓદ્યોગિક એકમ પર બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં કુલ 12689 ચો.મી.ની અંદાજીત 87.51 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખાના વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.