5326 ચો.મી. જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.17/05/ર0ર3 ના રોજ વોર્ડ નં.1માં આવેલ ટી.પી. સ્કીમ નં.22-રૈયા (અંતિમ) તથા વોર્ડ નં.9 મા આવલે ટી.પી. સ્કીમ નં.16-રૈયા (અંતિમ) ના પ્રાપ્ત થયેલ અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂપે તથા ટી.પી. સ્કીમ નં.16(મોટામવા) ના 12.00 મી. ટી.પી. રોડમા થયેલ ગેરકાયદે દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં 5326.00 ચો.મી.ની અંદાજીત 84.80 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
- Advertisement -
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતા.