વેરાવળમાં પોલીસ-વેપારીઓ વચ્ચે સંકલન બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વેરાવળ શહેરોમાં ટ્રાફિકને લઈને અનેક સમસ્યાઓ થતી હોય છે જેને લઈને ગિર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ યોજી ટ્રાફિક સમસ્યાને હલ કરવાના પ્રયાસો હાલ ચાલુ હોય તેમાં વેરાવળ જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, સટ્ટા બજારના વેપારીઓ સાથે વેરાવળ સીટી પીઆઈ ગૌસ્વામીની આગેવાનીમાં વેપારીઓની સંકલન બેઠક મળી જેમાં પીઆઇએ જણાવેલ કે સૌ વેપારઓ વેપાર કરી વૃદ્ધિ કરે તે જરૂરી છે.પરંતુ ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતના તેમની દુકાનની બહાર મર્યાદામાં ડિસ્પ્લે વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને ટ્રાફિકને અડચણ ન થાય તેવું પોલીસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવેલ સામે વેપારીઓએ પણ આવનારા સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખીને બહેનો, દીકરીઓ, માતાઓ બજારોમાં ખરીદી કરવા આવે તે માટે ટ્રાફિકને અડચણ ન થાય તે રીતના પોતાના વાહનોને પાર્કિંગ કરવાની બાંહેધરી આપી સાથે દુકાનની બહાર વધારાના ડિસ્પ્લે બહાર ન કાઢવા જેથી કરીને તે ટ્રાફિકને અડચણ થાય તે રીતના મર્યાદામાં ડિસ્પ્લે બહાર રાખીશું તેવી પણ બાંહેધરી આપવામાં આવી વેપારીઓ વતી અનિષ રાચ્છે જણાવેલ કે વેરાવળના મુખ્ય બજાર તરીકે ગણાતા સુભાષોડ, તપેશ્વર મંદિર રોડ, એસ ટી રોડ, પ્રકાશ કોમ્પ્લેક્સ રોડ સહિતના વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઓછી હોય તો દરેક વેપારીઓએ ટ્રાફિકને નડતર ન થાય તે રીતના પોતાના માલ સામાન બહાર રાખવા જેથી કરીને પોલીસ વિભાગને કડક કાર્યવાહી કરવાની ફરજ ના પડે અને આવનારા સમયમાં તહેવાર આવતા હોય તો વેપારીઓ પણ સારી રીતે વેપાર કરી શકે તે માટે વેપારીઓએ સહકાર આપવાની બાહેધારી આપેલ હોવાનું કેવિન કાનાબારની યાદીમાં જણાવ્યું છે.