રાજકોટ – રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાયને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૦૧/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૧ના ૨૪ કલાક સુધી સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
રાજકોટ શહેરમાં સભા સરઘસબંધી
You Might Also Like
Follow US
Find US on Social Medias


