જમીનો ઉપર પેશકદમી અને લેન્ડગ્રબિંગના 40થી વધુ કેસની સુનાવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.12ને શુક્રવારે લેન્ડગ્રેબીંગ, લો એન્ડ ઓર્ડર અને રેવન્યુ અધિકારીઓ (આરઓ)ની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવી છે.
જેમાં લેન્ડગ્રેબીંગની બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને ખાનગી મિલ્કતો પચાવી પાડવાના લેન્ડગ્રેબીંગના 40થી વધુ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જયારે લો એન્ડ ઓર્ડરની બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમિક્ષા કરવામાં આવનાર છે. તેની સાથોસાથ આ જ દિવસે રેવન્યુ અધિકારીઓની પણ આયોજીત કરાયેલ બેઠકમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા રેવન્યુ કામગીરીની સમિક્ષા કરશે. આ કામગીરીનો રીપોર્ટ દરેક અધિકારીઓ પાસેથી કલેકટર દ્વારા લેવામાં આવશે. આમ આગામી તા.12ને શુક્રવારે લેન્ડગ્રેબીંગ, લો એન્ડ ઓર્ડર અને રેવન્યુ અધિકારીઓની ત્રણ બેઠક આયોજીત કરવામાં આવી છે.