આ તકે ગુજરાત પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણી, સહ સચિવ સુનીલજી જૈન, રાજકોટ વિભાગ સંયોજક કૌશિકભાઈ ટાંક, સહ સંયોજક માલાબેન લોઢીયા, રાજકોટ મહાનગર સંયોજક પરેશભાઈ ખોખર, ઈંખઈઝઋ રાજકોટ મહાનગર સંયોજક એભલભાઈ ગરૈયા, સહ સંયોજક મયુરભાઈ સોની, સહ સંયોજક આશાબેન ભટ્ટી તેમજ પ્રચાર-પ્રસાર સંયોજક ધ્રુવભાઈ કુંડેલ, હિમાંશુભાઈ વરિયા અને જીજ્ઞેશ રામાવાતે ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લઈ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી.
14 ફેબ્રુઆરી પશ્ર્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને બદલે માતા-પિતા પ્રત્યે આદર વ્યક્ત કરવાનો સંદેશ
- Advertisement -
આગામી વર્ષ માટેની નવી જવાબદારીઓની ઘોષણા અને સંગઠનના કાર્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે
બેઠક બાદ ભારતમાતા પૂજન તેમજ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન (ઇંજજ) રાજકોટ મહાનગરની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાશે. જેમાં આગામી વર્ષ માટેની નવી જવાબદારીઓની ઘોષણા અને સંગઠનના કાર્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીજી ટેકવાણી અને સહ સચિવ સુનીલજી જૈન ખાસ ઉપસ્થિત રહેશે. બેઠક દરમિયાન સંસ્થાન દ્વારા અપીલ કરવામાં આવશે કે 14મી ફેબ્રુઆરીના રોજ શહેરની તમામ શાળા-કોલેજોમાં ’માતૃ-પિતૃ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. આ ઉપરાંત, બી.જી. ગરૈયા હોમિયોપેથીક અને આયુર્વેદ કોલેજ ખાતે ભારતમાતા પૂજન તેમજ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સમગ્ર ભારતમાં કાર્યરત છે. હિન્દુ મંદિરોની સ્થાપના ધર્મ, પુજા, અર્ચના અને વસુધૈવ કુટુંમ્બકમની ભાવના સાથે કાર્યરત છે. આ સિવાય આ સંસ્થા આંખની હોસ્પિટલ સારવાર કેન્દ્ર, નિ:શુલ્ક ભોજન, નિ:શુલ્ક નિવાસ-છાત્રાલય, નિ:શુલ્ક શાળા-કોલેજ, પર્યાવરણનું જતન, યોગ કેન્દ્ર, સંસ્કાર કેન્દ્ર, સંસ્કૃત પાઠશાળા જેવા અનેક સેવાકાર્યો સાથે જોડાયેલી છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન હિન્દુ ધાર્મિક સંસ્થાઓને એક મંચ ઉપર લાવે છે અને હિન્દુ આધ્યાત્મિક ફેરનું દર વર્ષે ભારતભરના અનેક રાજયોમાં આયોજન કરવામાં આવે છે. આ આધ્યાત્મિક ફેરમાં લાખો લોકો મુલાકાત લેવા સાવે છે, અને હિન્દુ મઠ-મંદિર સંસ્થાઓ દ્વારા ચાલતાં સેવાકાર્યથી પરિચિત થાય છે. આપણાં સૌ માટે માતા-પિતા પુજનિય હોય છે તે સ્વાભાવિક છે ત્યારે માતા-પિતા પ્રત્યે હદયમાં રહેલ ભાવના જાહેરમાં પ્રગટ કરવા શાળા-કોલેજોમાં થતા પશ્ચિમી સંસ્કૃતિના કાર્યક્રમોના સ્થાને 14મી ફેબ્રુઆરીએ આયોજન કરાવવામાં આવે છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા પર્યાવરણ સંરક્ષણ, પારીવારીક અને માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માન અને સંરક્ષણ, રાષ્ટ્ર ભક્તિ જાગરણ અને જીવ સૃષ્ટી સંતુલન જેવા સિધ્ધાંતો સાથે કાર્યરત છે. પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણીએ આગામી વર્ષ માટે સંગઠનની જવાબદારીઓની ઘોષણા કરી કાર્યકરોની કરશે.
ઈંખઈઝ (સાંસ્કૃતિક તથા નૈતિક પ્રશિક્ષણના પ્રકલ્પ) રાષ્ટ્ર નિર્માણ માટે જીવનમૂલ્યોનું સિંચન અનિવાર્ય
વર્તમાન 21મી સદીમાં ભારત જ્યારે એક ભૂ-રાજનીતિક અને આર્થિક મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ’હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન’ (ઇંજજ) અને ઈંખઈઝ પ્રેરિત જીવન લક્ષ્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણનો એક નૂતન અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાનનો મુખ્ય ધ્યેય પ્રાચીન ભારતીય જીવનમૂલ્યો અને પરંપરાઓના માધ્યમથી યુવા પેઢીના માન-મસ્તિષ્ક, ચિંતન અને જીવનશૈલીને યોગ્ય દિશા આપવાનો છે
ઈંખઈઝ પ્રેરિત મુખ્ય જીવન લક્ષ્યો:
ભારતનું વૈશ્વિક શક્તિ તરીકે નિર્માણ: એકવીસમી સદીમાં ભારત એક ભૂ-રાજનીતિક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, જેના પ્રભાવ દ્વારા હિંસા અને આતંકવાદથી ત્રસ્ત વિશ્વને નૈતિક આધાર પ્રદાન કરવા માટે સક્ષમ યુવા ભારતીયોને પ્રશિક્ષિપ્ત કરવા
હ વિશ્વગુરુ પદે પુન: સ્થાપના: સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવા ભારતને એક નૈતિક મહાશક્તિ તરીકે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવું.
હ પર્યાવરણ અને જીવસૃષ્ટિ સંતુલન: પ્રકૃતિ અને અન્ય જીવોના સંરક્ષણ માટે પ્રાચીન જીવન મૂલ્યો તરફ યુવાનોને પુન: ઉત્પન્ન કરવા.
હ વૈકલ્પિક જીવન પદ્ધતિ: હિંસા અને આતંકવાદથી ગ્રસ્ત વિશ્વને શાંતિ, નૈતિકતા અને ’વસુંધૈવ કુટુંમ્બકમ’ પર આધારિત વૈકલ્પિક જીવન પદ્ધતિ પ્રદાન કરવી
હ વ્યસનમુક્તિ અને સ્વાસ્થ્ય: યુવા શક્તિને વ્યસનમુક્ત કરી, શારીરિક અને માનસિક રીતે સુદ્રઢ બનાવી સામાજિક પરિવર્તનના કાર્યમાં સક્રિય કરવી
હ જીવનમૂલ્યોનું નિર્માણ એ જ રાષ્ટ્ર નિર્માણ: વ્યક્તિમાં જીવનમૂલ્યોનું નિર્માણ એ માત્ર વૈચારિક વિકાસ નથી, પરંતુ તે સંપૂર્ણ રાષ્ટ્રની સમૃદ્ધિની ચાવી છે. કુટુંબ અને સમાજ જ સુરક્ષા અને સંસ્કારનો ખરો આધાર છે.
હ સંસ્કારલક્ષી શિક્ષણ: શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર પુસ્તકિય જ્ઞાન નહીં, પરંતુ પ્રતીકો અને આચરણ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું



