તાલાલા અને આંકોલવાડી વીજ કચેરી હેઠળના તમામ ફિડરોની ખુલ્લી વીજ લાઈનો કેબલીંગ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકામાં વિજ વિભાગની તાલાલા અને આંકોલવાડી બે સબ ડિવિઝન કચેરી આવેલ છે જે પૈકી તાલાલા વિજ કચેરી હેઠળ 27 હજાર અને આંકોલવાડી વિજ કચેરી હેઠળ 17 હજાર સાથે તાલાલા પંથકના 46 વિજ ગ્રાહકોના વિજળીના લગતા મુખ્ય પ્રાણ પ્રશ્નોનું સુખરૂપ નિવારણ લાવવા તાલાલા વિજ કચેરીમાં તાલાલા પંથકના ખેડૂત અગ્રણીઓ તથા વિજ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
- Advertisement -
આ બેઠકમાં તાલાલા પંથકના વિજળીના મુખ્ય પ્રશ્નો તથા વિજ સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી તેનાં નિવારણ માટે અગત્યનાં નિર્ણયો લેવામાં આવેલ.. જેમાં તાલાલા અને આંકોલવાડી ગીર સબ ડિવિઝન હેઠળ તમાંમ ફીડરોની ખુલ્લી વિજ લાઈન બદલી કેબલીંગ વિજ લાઈનો કરવામાં આવશે.આ કામગીરી આગામી બે થી ત્રણ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ જે જગ્યાએ જર્જરીત કેબલ લાઈનો છે તે કેબલ બદલવામાં આવશે.બંને સબ ડિવીઝનમાં ખેડૂતોની મેઈન્ટેનન્સ માટે આવેલ વ્યક્તિગત અરજીઓ પૈકી પેડીંગ અરજીઓનો એક અઠવાડિયામાં જરૂરી કામગીરી સાથે નિવારણ કરવામાં આવશે.આ માટે જે મટીરીયલ નથી તે ઘટતાં મટીરીયલ નો જથ્થો બંને કચેરીને તુરંત આપવામાં આવશે.આ ઉપરાંત તાલાલા તાલુકાનાં સુરવા ગીર ગામ પાસે મંજૂર થયેલ 66 કે.વી સબ સ્ટેશન માટે વનવિભાગ પાસેથી જરૂરી જમીનની માંગણી કરી મંજૂર થયેલ 66 કે.વી.સબ ડિવીઝન ની કામગીરી ઝડપથી કરવામાં આવશે.તાલાલા પંથકની પ્રજા તથા ખેડૂતોને સાતત્યપૂર્ણ વિજળી મળે માટે જરૂરી તમાંમ કામગીરી વિજ કચેરી દ્વારા થશે તેવી વિજ અધિકારીએ ખેડૂત અગ્રણીઓને ખાતરી આપી હતી.
આ બેઠકમાં વિજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત તાલાલા અને આંકોલવાડી વિજ કચેરીના અધિકારીઓ તથા ભારતીય કિસાન સંઘ વતી તાલુકા પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા,જીલ્લા મંત્રી રાજેશભાઈ પાનેલીયા,તાલુકા ઉપપ્રમુખ હાર્દીક તળાવીયા,તાલુકા મંત્રી જીતેન્દ્ર ચોથાણી,તાલાલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન સંજયભાઈ શિંગાળા,ખેડુત અગ્રણી ઉમેશભાઈ માથુકીયા,મેહુલભાઈ સવાણી,રાજેશભાઈ ચોથાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.



