સૌરાષ્ટ્ર-કચ્છના 500થી વધારે થેલેસેમિયા પીડિત બાળકોને મળશે નિ:શુલ્ક માહિતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચા (થેલેસેમિયા મેજર યુવાન)ના 34માં જન્મદિન નિમિત્તે સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે તા. 20 ને રવિવારે હરીહર સોસાયટી, હરીહર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે 3-00 વાગ્યાથી રાત્રિના 8-00 વાગ્યા સુધી મેડિકલ માર્ગદર્શન સેમિનાર અને આનંદોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તો, ભોજન અને વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે. થેલેસેમિયા પીડિત બાળકને આકર્ષક ગીફ્ટ આપવામાં આવશે અને થેલેસેમિયા પીડિત બાળકો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો, દાતાઓ, કાર્યકર્તાઓનું ઋણ સ્વીકારનું પણ સાથમાં આયોજન કરાયું છે. સૌ થેલેસેમિયા પીડિત બાળકો પરિવાર સહિત સમયસર ઉપસ્થિત રહે તેવું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાજકોટ શહેરની જાણીતી સેવાસંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી થેલેસેમિયા પીડિત યુવાન જય જીતુલભાઈ કોટેચાના 34માં જન્મદિન નિમિત્તે જીતુલભાઈ જયંતીલાલ કોટેચા, દીપાબેન જીતુલભાઈ કોટેચા, જયના જીતુલભાઈ કોટેચા તથા કોટેચા પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમિયા પીડિત બાળકો માટે યોજાનાર મેડિકલ માર્ગદર્શન સેમિનાર તથા આનંદોત્સવમાં થેલેસેમિયા મેજર દર્દીઓ માટેના મેડિકલ માર્ગદર્શન કાર્યક્રમમાં અમદાવાદથી નિષ્ણાત તબીબ, જાણીતા હેમેટોલોજિસ્ટ ડો. નિસર્ગ ઠક્કર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. રાજેશ તૈલી થેલેસેમિયા બાળકોનું હૃદય કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે અંગેની વિશેષ માહિતી તથા થેલેસેમિયા રોગના જાણકાર ડો. નિખિલ શેઠ (પીડીયાટ્રીશ્યન) બાળકોમાં થતાં થેલેસેમિયા રોગ વિશે ખાસ ઉપસ્થિત રહી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને માર્ગદર્શન આપશે. આપત્તિને અવસર બનાવી જયે પોતાના માતા-પિતા, બહેન તેમજ કોટેચા પરિવારના સહયોગથી માત્ર થેલેસેમિયા રોગને પણ નહીં પરંતુ દિવ્યાંગતાને પણ મહાત આપી છે. થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિખર્ચાળ, પીડાદાયક, જાનલેવા રોગ છે. આ રોગ માતા-પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન પહેલા ન કરાવેલા થેલેસેમિયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે.
- Advertisement -
થેલેસેમિયા પીડિત બાળકો તેમજ તેમના પરિવારને પ્રિન્ટ, ઈલેકટ્રોનિક્સ, ડિજીટલ મીડિયા, વિવિધ બ્લડ બેંકો, ડોકટર્સ મિત્રો, સમાજની સર્વે સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મહાજનો, રાજકોટ લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ), ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, એડવોકેટ યોગેશભાઈ લાખાણી, હોસ્પિટલ સેવા મંડળ, અંબિકા ટ્રસ્ટ, જગતસિંહ જાડેજા, ભારત વિકાસ પરિષદ, મુકેશભાઈ દોશી, ડી. વી. મહેતા (લાઈફ સંસ્થા), જૈન સોશ્યલ ગ્રુપ પરિવાર, પુરુષાર્થ યુવક મંડળ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સંકલ્પ ટ્રસ્ટ, થેલેસેમિયા પીડિત બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓ, બડા બજરંગ મિત્ર મંડળ સહિતના અનેકોનો સતત સહકાર, માર્ગદર્શન મળે છે જે બદલ તમામનું થેલેસેમિક બાળકો તેમજ તેમનો પરિવાર ઋણ સ્વીકાર કરે છે. થેલેસેમિયા પીડિત બાળકોનું જીવનદીપ પ્રજ્વલિત રાખવા સૌ વધુને વધુ રક્તદાન કેમ્પ કરે તેવી વિનંતી થેલેસેમિયા પીડિત બાળકો તેમજ તેમના પરિવારે કરી છે.
આ મેડિકલ માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત રહેવા સૌ થેલેસેમિક બાળકોને વધુ ને વધુ લાભ લેવા માટે વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલ કોટેચા, ડો. રવિ ધાનાણી, કલ્પેશભાઈ પલાણ, સંજયભાઈ કક્કડ, પૂર્વમેયર જનકભાઈ કોટક, દીપકભાઈ રાજાણી, બાલાભાઈ સોમૈયા, હિરેનભાઈ વડેરા, ડો. રમેશભાઈ ભાયાણી, હિતેશભાઈ ખખ્ખર તથા હરીહર કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ વિમલભાઈ ડી. જાની, વિજયસિંહ ડી. ચૌહાણ, હરીભાઈ એમ. પટેલ, મૌલિકભાઈ એસ. ઢેબર, ચંદુભાઈ આર. પટેલ, જીતેશભાઈ પી. શાહ, યોગેશભાઈ એ. ઘેલાણી, સુનીલભાઈ એમ. ભીંડી, શાંતિલાલ ટી. ફળદુ, સેજલબેન આર. વાઢેર, નીશાબેન કે. ચૌહાણ સહિતનાઓની ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. થેલેસેમિયા પીડિત બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, હિતેશભાઈ બાલાજી, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિતેશભાઈ ગણાત્રા, લલીતભાઈ પુજારા, નૈષધભાઈ વોરા, શૈલેષભાઈ ચૌહાણ, જયરામભાઈ પટેલ, મિત ખખ્ખર, વિનેશભાઈ હિંડોચા, કિરીટભાઈ પાંધી, રાજેશભાઈ સેજપાલ (મુંબઈ), પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ બારડ, અરવિંદભાઈ પારેખ, દશરથભાઈ પારેખ, સંદીપભાઈ પાલા, ધર્મેશભાઈ સોની, દિનેશભાઈ ધામેચા, જે. જે. પોપટ, અશ્ર્વિનભાઈ સોનાગરા વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમ તેમજ થેલેસેમિયા અંગેની વિશેષ માહિતી માટે અનુપમ દોશી 9428233796, મિતલ ખેતાણી 9824221999 નંબર પર સંપર્ક કરી શકાશે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે જીતુલભાઈ કોટેચા, અનુપમભાઈ દોશી, પરિમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, હિરેન મંગલાણી, દુર્ગેશ જી. ગંગેરા ધ્રુમલ ધામેચીયા આવ્યા હતા.