પરમાત્માના ચરણોમાં ડો શરદ ઠાકરના પ્રણામ. ગુરુ ગોરખનાથના પણ ગુરુ મત્સ્યેન્દ્રનાથની કથા રોચક અને રોમાંચક છે. નાથ સંપ્રદાયના પ્રથમ ગુરુ શ્રી આદિનાથ હતા, જેમને શંકરનો અવતાર ગણવામાં આવે છે. આદિનાથના શિષ્ય મત્સ્યેન્દ્રનાથ થયા. ભગવાન શિવજીના શ્રાપના કારણે અગાધ જ્ઞાન પ્રાપ્ત કરેલા ગુરુ મત્સ્યેન્દ્રનાથ એક સમયે પોતાનું બધું જ જ્ઞાન વિસરી ગયા અને રંગ- રાગમાં ડૂબી ગયા. કદલી વનમાં જઈને બે રૂપ સુંદરીઓ સાથે અને સોળ હજાર નર્તકીઓની સાથે ભોગ વિલાસ કરવા લાગ્યા. મત્સ્યેન્દ્રનાથના શિષ્ય ગોરખનાથ પોતાના ગુરુને આ રંગ- રાગમાંથી પાછા વૈરાગ્યના પંથે લઈ આવવા માટે કદલી વન પહોંચી ગયા અને એમને ઠપકા ભર્યો ઉપદેશ આપીને એમને જાગ્રત કર્યા; તે સમયનું તેમનું વાક્ય , ખજ્ઞટ પગૐડફ ડફ ઉંળજ્ઞફઈં અળ્રૂળ અત્યંત વિખ્યાત છે. આ મહાન દેશનો કદાચ આ એક માત્ર પ્રસંગ હશે જ્યાં શિષ્યે ગુરુને જ્ઞાન આપ્યું હોય. આપણા બધાંની અંદર ક્યાંક ને ક્યાંક મત્સ્યેન્દ્રનાથ રહેલા છે. આપણા ધર્મએ અને આપણા શાસ્ત્રોએ પર્યાપ્ત જ્ઞાન આપ્યું હોવા છતાં આપણે રંગ રાગમાં ડૂબી ગયા છીએ. આપણને જાગ્રત કરવા માટે હજારો મહાત્માઓ, સદ્દગુરુઓ અને સિદ્ધ પુરુષો થઈ ગયા પરંતુ આપણે કોઈની ચેતવણી સાંભળતા નથી. આપણો આત્મા સતત ટકોર કરતો રહે છે,ખજ્ઞટ પખ્રગડફ! ખજ્ઞટ પખ્રગડફ! પરંતુ આપણે કોઈનું ગણકારતા નથી. બધુજ જાણવા છતાં આપણે ક્યાં સુધી ચામડી, લોહી માંસ અને હાડકા ચૂસતા શ્વાન જેવી જિંદગી જીવતા રહીશું?
આપણા બધાંની અંદર ક્યાંક ને ક્યાંક મત્સ્યેન્દ્રનાથ રહેલા છે

Follow US
Find US on Social Medias