ગાઝા પટ્ટીના શરણાર્થી કેમ્પમાં ભયાનક આગ ફાટી નીકળતા સાત બાળકો સહિત 21 માણસો જીવતા ભુંજાઈ ગયા હતા. સરકારી સૂત્રોએ કહ્યું કે ચાર માળની ઈમારતમાં બનેલા આ શરણાર્થી કેમ્પની આગને કાબુમાં લેવામાં એક કલાકનો સમય થયો હતો અને તે દરમ્યાન 21 લોકો જીવતા સળગી ગયા હતા.
બિલ્ડીંગમાં ઈંધણનો મોટો સ્ટોક સંગ્રહાલયેલો હોવાથી જોતજોતામાં જ આગે વિકરાળ રૂપ લઈ લીધુ હતું અને તેમાં વસવાટ કરતા તમામ લોકોનો ભોગ લેવાયો હતો.
- Advertisement -
પેલેસ્ટાઈન સતાવાળાઓએ રાષ્ટ્રીય દુર્ઘટના જાહેર કરીને એક દિવસના શોકનું એલાન કર્યુ હતું. ગાઝા પટીના આઠ શરણાર્થી કેમ્પમાં 23 લાખ લોકો વસવાટ કરે છે અને વિશ્વનો સૌથી ગીચ વિસ્તાર ગણાય છે.