જે કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસિસ ચાલે છે ત્યાં ધમધમતું મસાજ સ્પા કેટલું યોગ્ય ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
રાજ્યમાં મસાજ સ્પા ના નામે ચાલતા કૂટણખાનાથી સૌ કોઈ વાકેફ છે. પરંતુ તંત્રની મીઠી નજર નીચે ચાલતા આ મસાજ સ્પા હવે દરેક શહેરોમાં એક બાદ એક ખુલ્લા મુકાયા છે. તેવામાં ધ્રાંગધ્રા જેવા નાના શહેરોમાં જ્યાં મધ્યમવર્ગના સ્થાનિકો વસવાટ કરે છે ત્યાં આ પ્રકારના મસાજ સ્પાનું શું કામ હશે ? અને કોણ આ મસાજ માટે આવતું હશે ? જેનો જવાબ પણ સૌ કોઈ જાણે જ છે કારણ કે અત્યારસુધીમાં રાજ્યના જેટલા પણ મસાજ સ્પામાં કૂટણખાના ઝડપાયા છે તેમાં મસાજના નામે માત્ર દેહવ્યાપાર જ ચાલતો હતો એટલે કે ધ્રાંગધ્રામાં ચાલતા મસાજ સ્પા પણ કઈક આ પ્રકારે જ ચાલતું હશે ? ત્યારે ધ્રાંગધ્રા શહેરના ગોકુલધામ કોમ્પ્લેક્ષના જ્યાં વર્ષોથી બાળકોને અભ્યાસના ટ્યુશન ક્લાસિસ ચાલે છે
- Advertisement -
હવે ત્યાં પણ મસાજ સ્પા શરૂ કરી દેવાયું છે. જેથી અહી ટ્યુશન ક્લાસીસમાં દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ આ પ્રકારના વાતાવરણને લઈને પોતાનું ભવિષ્ય અંધકારમાં નાખી રહ્યા છે. જોકે આ બાબતની દરકાર સ્થાનિક તંત્રને લેવી જોઈએ કારણ કે ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓ મસાજ સ્પામાં ચાલતી અવનવી લાઇટોના અજવાળાથી અંજાય છે પરંતુ તંત્રે દરેક પ્રકારે મસાજ સ્પાના નિયમોનું પણ ઉલંઘન થતાં આ કૂટણખાના માફક સ્પાને લોકોના અવર જવર અને ખાસ કરીને રહેણાક અથવા કોમ્પલેક્ષ જેવા વિસ્તારોથી દૂર રાખવું જરૂરી છે. જોકે આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ગુજરાતના ગૃહ મંત્રીને આ પ્રકારના મસાજ સ્પાને શહેરી વિસ્તારથી દૂર રાખવા અંગે લેખિત રજૂઆત કરાઈ છે.