પાંચ યુગલ લગ્નગ્રંથીથી જોડાયા : 130થી અધિક વસ્તુઓનો કરિયાવર દીકરીઓને અપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મારૂતિનંદન વૈષ્ણવ માર્ગી (બા.વૈ.) યુવા સાધુ સમાજ તાલાલા ગિરના ઉપક્રમે મોરારિબાપુના આશીર્વાદ-પ્રેરણાથી સર્વપ્રથમવાર ભવ્ય સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં શ્રી શ્રીબાઈ આશ્રમ તાલાલા ગિર ખાતે યોજાયો હતો.
- Advertisement -
આ સમૂહ લગ્નોત્સવમાં પાંચ યુગલ લગ્નગ્રંથીથી જોડાયા હતા. દીકરીઓને જીવન જરૂરિયાતની 130 વસ્તુનો કરિયાવર દાતાઓના સહકારથી અપાઈ હતી. જાન આગમનના સામૈયાથી લઈ વિદાય દરમિયાન હસ્તમેળાપ, સંતોના આશીર્વાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. સમૂહ લગ્નોત્સવમાં મહંત ભક્તિરામબાપુ (માનવ મંદિર), મહંત ધરમદાસબાપુ ગોંડલિયા (ગોંડલ), કથાકાર કલ્યાણદાસબાપુ મેસવાણિયા, મહંત લક્ષ્મીદાસ બાપુ દેસાણી (ગરણી), પ્રફુલ્લબાપુ દૂધરેજિયા (બંધિયા), મહિલારક્ષક મીરાબેન ગેંડલિયા (બગડુ), સપનાબેન હરિયાણી (કેશોદ) વગેરેની પ્રેરણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ હતી. સંતોએ નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે યુવા સાધુ સમાજના પ્રમુખ અનિલભાઈ કાનદાસ ગોંડલિયા, અધ્યક્ષ રાજકુમાર મનોજભાઈ ગોંડલિયા, મંત્રી યાજ્ઞિકભાઈ અશોકભાઈ દૂધરેજિયા, ઉપપ્રમુખ મનિષભાઈ એન.દેશાણી, જયેશભાઈ એ. મેસવાણિયા, સહમંત્રી રમેશભાઈ એલ. ગોંડલિયા સહિતની ટીમ કાર્યરત હતી.