નોકરીમાંથી પણ કઢાવી મૂકી, બદનામ કરવાની ધમકી આપી ઝઘડો કરતાં અંતે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી ફરિયાદ
ભાડા કરારને બદલે મૈત્રીકરારમાં સહી કરાવી બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બીલખા પંથકમાં રહેતી 27 વર્ષીય યુવતીએ રાજકોટની મેસન ક્લબ ક્રેડીટ સોસાયટીના ચેરમેન વૈશાલીનગરમાં રહેતા પરાગ અનિલ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહીના પહેલા તેણી ઈન્સ્યોરન્સ કંપનીમાં કસ્ટમર રીલેશન શીપ મેનેજર તરીકે નોકરી કરતી હતી, હાલ ઘરકામ કરે છે તેમના સંબંધીના દિકરી રાજકોટ સાસરે હોય અને તેઓને ત્યાં માતાજીનો માંડવો હતો. જેથી તેણી પરીવાર સહીત આવી હતી. ત્યારે એક સગા મહિલા જે રાજકોટમાં પ્રાઈવેટ નોકરી કરતા હોય જેથી તેને કહેલ કે, મેં એમ.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે મારે નોકરી કરવી છે મારી લાયકાત પ્રમાણેની નોકરી તમારા ધ્યાનમાં હોય તો જણાવજો જેથી તેણીએ જણાવેલ કે, પોતે હાલ રૈયા રોડ પર વૈશાલીનગર સોસાયટીમાં આવેલ મેસન ક્લબ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી નામની મંડળીમાં નોકરી કરે છે તે મંડળીના ચેરમેન પરાગ અનિલ સોલંકી છે. તેને વાત કરીશ બે દિવસ બાદ તે સંબંધી મહિલાનો ફોન આવેલ કે, તમે તમારા રિઝ્યુમ બાબતેના તમામ ડોક્યુમેન્ટ લઈ અમારી મંડળીની ઓફીસ પર ચેરમેન પરાગભાઈ સોલંકી પાસે ઈન્ટરવ્યુ દેવા માટે આવી જાવ તેમ કહેતા યુવતી ડોકયુમેન્ટ લઈ રાજકોટ મંડળીની ઓફીસ ખાતે ઇન્ટરવ્યુ દેવા માટે આવેલ હતી.
તેણી મેસન કલબ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ચેરમેન પરાગ સોલંકીને મળેલ જેણે પોતાની મંડળીની ઓફીસમાં ઈન્ટરવ્યુ લીધેલ બાદ 11 માસના કરાર પર લોન એક્ઝીક્યુટીવ તરીકે નોકરી માટે સિલેકટ કરેલ અને તેમાં 8 હજાર પ્રતિ માસ પગાર મળશે તેમ જણાવી કરાર પર નોકરીએ રાખી કરારમાં તેણીની સહી લીધેલ બાદ તેણીને નોકરી વ્યવસ્થિત લાગતા રાજકોટમાં સહકાર મેઈન રોડ પર પી.જી.માં રહેવા આવી ગઈ હતી બાદ તા.01/11/2020 થી તેણી રેગ્યુલર નોકરી પર ગ્રાહક લોન લેવા માટે આવે તો તેઓને સમજાવવાની જવાબદારી અને લોન અંગેના ફોર્મ ભરવાની જવાબદારી તેણીની હતી દરમિયાન મંડળીના ચેરમેન પરાગ સોલંકી ઘણી વાર તેણીને શીખડાવવા માટે પાસે આવતા અને ધીમે ધીમે મિત્રતા કેળવેલ હતી. તેમજ તેણી કામ કરતી હોય ત્યારે ચેરમેન પગ અડાડી ઈશારા કરી સામે હસતા હતાં એક દિવસ આરોપીએ ઓફીસ ખાતે કોઈ હતુ નહી ત્યારે જણાવેલ કે, તું ખુબ જ હોશીયાર છો, મારે જુનાગઢમાં મંડળીની બીજી ઓફીસ ચાલુ કરવી છે તેમાં તને 50% હિસ્સો આપીશ તેમ જણાવી, તું મને ગમે છો, મારે તારી સાથે લગ્ન કરવા છે અને તને જણાવી દઉં કે, મારે મારી પત્ની સાથે ઝઘડા ચાલે છે, તેને છુટા છેડા આપી દેવા છે ત્યાર બાદ આપણે લગ્ન કરી લઇશુ તુ મારી સાથે લગ્ન કરીશને? તેમ પુછતા તેણીએ લગ્ન કરવાની ના પાડેલ હતી. બાદ એક દિવસ આરોપીએ કહેલ કે, પોતાને મંડળીના કામમાં મકાનમાં ભાડા કરારની જરૂર છે જેથી તુ મારા મકાનમાં રહે છે તેવો ભાડા કરાર કરી નાખીએ તેમ કહી નોટરી પાસે લઈ ગયેલ અને ત્યાં નોટરીકરારમાં તેણીની સહી લીધેલ અને થોડા દિવસો બાદ જાણ કરેલ કે, આપણે ભાડા કરાર નહીં પરંતુ મૈત્રી કરાર કરેલ છે તેમ કહી તેના કાલાવડ રોડ પર કણકોટ ગામ પાસે આવેલ અન્ય મકાન છે ત્યાં લઈ ગયેલ અને ત્યાં મરજી વિરૂધ્ધ તેણી સાથે શારીરીક સંબંધ બાંધેલ હતો
બાદ તેણી પી.જી.માં રહેતી હોય અને મોડું થતું હોય જેથી થોડી જ વારમાં ત્યાંથી જતી રહેલ હતી. આરોપી તેણીના બોસ હોય અને તેના અંડરમાં નોકરી કરવાની હોય જેથી નોકરીમાંથી કાઢી નાખવાના ડરના લીધે વાત કોઇને કહી શકી ન હતી ત્યારબાદ તેણીને મંડળીમાં બેસાડી મંડળી સિવાયનું બીજું કામ બતાવી તેના વૈશાલીનગરમાં આવેલ મકાનમાં સાફ-સફાઈ કરવાના બહાને લઈ જઈ તેણી સાથે ફરીવાર મરજી વિરૂધ્ધમાં શારીરીક સંબંધ બાંધેલ હતો. બાદમાં જાણ થયેલ કે, આરોપીને 150 ફુટ રીંગ રોડ, કોર્પોરેટ લી. સાતમા માળે બીજી મંડળી મનીધારા સોસાયટી આવેલ છે ત્યાં પણ કોઈ છોકરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પણ શારીરીક સંબંધ બાંધેલ છે જેથી તેણીએ આરોપીને કહેલ કે, તમે બીજી છોકરી સાથે શારીરીક સંબંધ બાંધેલ છે કહેતા તેને કહેલ કે, તુ કોઈને કહીશ તો તને બદનામ કરી નાખીશ, જેથી તેણીએ નોકરીમાંથી જાન્યુઆરી 2023 માં રાજીનામું આપી દીધેલ અને સમાજમાં આબરૂ જવાના ડરથી વાત કોઇને કહેલ ન હતી બાદમાં તેણી પોતાના વતન જતી રહી હતી. છ દીવસ બાદ તેણી રાજકોટ રહેવા આવી ગયેલ બાદ તેની પાસે અન્ય નોકરી ન હોય જેથી આરોપીને મળી તેણી લોન બાબતના પર્સનલ કામ કરતી તે બદલામાં જે વળતર મળતું તેનાથી ઘરખર્ચ કરતી હતી પર્સનલ કામ છ મહિના કરેલ તે દરમિયાન પણ આરોપીએ અવારનવાર દુષ્કર્મ કરેલ હતું. તેમજ તે અવાર નવાર ધાક ધમકી આપતા હોય જેથી કંટાળી ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરવા માટે ગયેલ, ત્યારે આરોપીએ યુવતીના સિનિયરને ફોન કરી નોકરીમાંથી કાઢી મુકાવવાના પ્રયત્નો કરતો હતો. જે બનાવ બાબતે યુની. પોલીસ મથકમાં તેના વિરુધ્ધ અરજી કરેલ ત્યારે આરોપીએ તેણીને ફોન કરી ફોસલાવી અરજી બાબતે સમાધાન કરાવી લીધેલ હતું.
- Advertisement -
તેની જ્યારે ઈન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરવા આવેલ ત્યારે મેશન ક્લબ ક્રેડીટ કો. ઓપ.સોસાયટી મંડળીમાં કરેલ કામનો અનુભવનું સર્ટીફિકેટ રજુ કરેલ હતું. જે બાબતે મંડળીના ચેરમેનને ઈન્સ્યુરન્સ કંપનીમાં કહેલ કે, પોતે આ અનુભવનું સર્ટીફીકેટ આપેલ નથી તેમ કહી નોકરીમાંથી કઢાવી નાખેલ હતી તેની જાણ થતાં મે આરોપીને ફોન કરેલ કે, તમે શું કામ આવું મારી સાથે કરો છો, મને કેમ જોબમાંથી કઢાવી દીધી, તો તેણે કહેલ કે, તારે કોઈ બીજું કામ નથી કરવાનું હું કહું તેટલું જ કરવાનું છે અને તે બાબતે અમારા બંને વચ્ચે ફોનમાં ઝઘડો થયેલ હતો. બાદ તમામ બનાવ વિશે માતા પિતાને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.