ખાસ-ખબર સંવાદદાતા
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતી સુઝુકી હવે રૂા.24000ના નવા મૂડીરોકાણ સાથે 10 લાખ કાર ઉત્પાદનો વધુ એક પ્લોટ સ્થાપશે જે માટે કંપની હરીયાણા બહાર જ આ પ્લોટ સ્થાપશે. ખાસ કરીને કંપની નિકાસ માટેની સુવિધા ઉપલબ્ધ હોય તે જોવા માંગે છે અને તેની દરિયાઈ રાજયને લાભ મળે તેવી ધારણા છે.
મારૂતીનો એક પ્લાંટ ગુજરાતમાં છે તેથી બીજો પ્લાંટ રાજયને મળે તેવી ધારણા નથી. મારૂતી મે 2022-23ના વર્ષમાં વેચાણ રૂા.1 લાખ કરોડનું નોંધાયું છે અને આ કંપની આ રીતે પ્રથમ વખત રૂા.1 લાખ કરોડનો વેચાણ લક્ષ્યાંક વટાવ્યો છે.
કંપનીનો નફો રૂા.8211 કરોડ થયો છે. જે 2021/22ના રૂા.3879 કરોડથી પણ અનેક ગણો વધુ છે. કંપનીનુ વેચાણ 117571 કરોડ નોંધાયુ છે. મારૂતી હવે એસયુવી સેગમેન્ટમાં તેના નવા મોડેલ રજુ કરીને ભારતના વધતા જતા કાર વેચાણમાં તેનો હિસ્સો જાળવી રાખવાની તૈયારી કરી છે.