મધ્યપ્રદેશ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલને દયા સિંહ ઉર્ફે પ્યારે સિંહ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તે યાત્રા દરમિયાન જ તેમને મારી નાખશે.
આરોપી દયા સિંહની ક્રાઈમ બ્રાન્ચે નેશનલ સિક્યોરિટી એક્ટ(ગજઅ) હેઠળ ધરપકડ કરી છે. દયા સિંહ 60 વર્ષનો છે અને તે બેતુલના પંજાબી મોહલ્લા, રાજેન્દ્રનગરનો રહેવાસી છે. બુધવારે ઉજ્જૈનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ગજઅ હેઠળ વોરંટ ઈશ્યુ થયું ત્યારથી તે ફરાર હતો.
ડીસીપી (ક્રાઈમ) નિમિશ અગ્રવાલે જણાવ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં આરોપીએ મીઠાઈની દુકાનને પત્ર લખીને રાહુલ ગાંધીને મારી નાખવાની અને ઈન્દોરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી. પોલીસે તે સમયે દયા સિંહને પકડી લીધો હતો, પરંતુ તે જામીન પર મુક્ત થઈ ગયો હતો. પછી કલેકટરે આરોપી સામે ગજઅ વોરંટ ઈશ્યુ કર્યું હતું, પરંતુ તે પકડાયો ન હતો. ઇન્દોર પોલીસ સ્ટેશનની પોલીસ વોરંટનો અમલ કરાવી શકી નહીં. બાદમાં ક્રાઈમ બ્રાન્ચને બુધવારે દયાસિંહને પકડવામાં સફળતા મળી હતી.
રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારની ધરપકડ
