યુવકે પોતાની જ્ઞાતિ અને ઉમર બંને ખોટા કહી દિલ્હી-આગ્રા ફરવા લઈ ગયો
પત્નીએ રંગેહાથ પકડી લેતા યુવકે કહ્યું તે મારી પ્રોપર્ટી પડાવવા માંગે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતી અને ટીવાયબીએનો અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીએ રાજૂ ધનજી વરણ નામના શખસ સામે યુનિવર્સિટી પોલીસમાં ખોટું બોલી, બોગસ મેરેજ સર્ટિ બનાવવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ ગુરૂપ્રસાદ ચોકમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી ત્યારે બાજુમાં મોબાઈલ એસેસરીઝની દુકાન રાજૂ ચલાવતો હતો તે પછી હું સાધુ વાસવાણી રોડ ઉપર બ્યુટી પાર્લરમાં કામે જતી તો ત્યાં પણ રાજૂ મળવા આવતો હતો અને અમે ફોનમાં વાતચિત કરતાં હતા તેની ઉમર પૂછતાં તેણે 26 વર્ષ કહ્યું હતું બાદમાં અમે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેની પત્ની આવેલી અને આ મારો ભાયડો છે કહી ઝઘડો કર્યો હતો.
જેથી તેણે તુ જા હું પછી વાત કરીશ તેમ કહ્યું હતું બાદમાં બીજા દિવસે ફોન કરતાં તે મારી પ્રોપર્ટી પડાવવા ચાર વર્ષથી ઝઘડા કરે છે તેવી વાત કરી હતી બાદમાં મે આધારકાર્ડ, જન્મનો દાખલો સહિતના દસ્તાવેજો મંગાવતા હું લઈને ગઈ હતી ત્યાંથી કારમાં કોર્ટ પાસે વકીલની ઓફિસમાં લઈ જઈ સહી કરાવી હારતોરા કરી હું વિધિવિધાનથી પછી લગ્ન કરીશ તેવું કહ્યું હતું બાદમાં ડોક્યુમેન્ટ મોકલ તારું ખાતું ખોલાવવું છે કહેતા હું ડોક્યુમેન્ટ લઈને 3 સપ્ટેમ્બરે ગ્રીનલેન્ડ ચોકડીએ પરિવારને કહ્યા વિના ગઈ હતી ત્યાંથી રાજસ્થાન, ઉદયપુર, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુળ મથુરા, આગ્રા, હરિદ્વાર ફરવા ગયા હતા હરિદ્વારમાં પૂજારીએ જ્ઞાતિ પૂછતાં પ્રથમ પોતે મારવાડી કહ્યું હતું બાદમાં પોતે વણકર હોવાનું જણાવ્યું હતું ત્યાંથી અમે અમદાવાદ પરત આવતા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપતા પોલીસે તેનું આધારકાર્ડ ચેક કરતાં તેણી ઉમિસ્ટર 34 વર્ષ હોવાનું અને સંતાનમાં એક દીકરો પણ હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.