અન્ય સમાજને પ્રેરણા રૂપ લગ્ન યોજાયા
ખાસ-ખબર સંવાદદાતા
આજના વર્તમાનના સમયે દેખા દેખીનો અને દેખાડો કરવા માટે ખૂબ મોટો ખર્ચા કરવાના ચાલી રહ્યા છે. તેમાં પણ જો લગ્નનો પ્રસંગ હોય તો આવા ખોટા દેખાવ કરીને ખૂબ ખર્ચા કરવામાં આવે છે આવા સમયમાં સમાજને એક નવો રાહ અને નવો ચીલો ચીતરવાનું કામ મેંદરડાના યુવા પત્રકાર ગૌતમ જે શેઠ કર્યું હતું.
જેમાં આજે લોકો ડેસ્ટની વેડિંગનો ચીલચીલો વધી રહ્યો છે ત્યારે આજે લોકો ફાર્મ હાઉસમાં કે પાર્ટી પ્લોટ કે વાડીમાં લગ્ન કરવાનું નકી કરતા હોય છે જ્યારે મેંદરડાના યુવા પત્રકાર ગૌતમભાઈ જે.શેઠ તેમના લગ્ન એક મેંદરડા આવેલ ખાનગી સ્કુલમાં આયોજન કરવામાં આવ્યું હતું અને પેલા મારો વિચાર રિસોર્ટમાં રાખવા નો હતો ત્યારે તે ખર્ચ 1 લાખ જેવી થતો હતો અને મને વિચાર આવ્યો કે 1 લાખ જેવી રકમ બચાવી લોકો ને સંદેશો આપુ ત્યાર બાદ વિચાર આવ્યો કે અહી સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લગ્નનું આયોજ કર્યું અને એવો વિચાર આવતા સ્કુલના ટ્રસ્ટી પરેશભાઈ ડેડાણિયા અને જશનભાઈ પૂછયું કે મને એવી ઈચ્છા છે કે મારા લગ્ન આયોજન આ સ્કુલમાં થાય તો તેમને હા પાડી અને સ્કુલના ટ્રસ્ટીઓએ સપોર્ટ કર્યો લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એમાં પણ આ સારા પ્રસંગમાં આપણે આપણા સગા સંબંધીઓને યાદ કરતા હોઈએ એવું જ્યારે આવા લગ્નના ઉત્સાહ સમયમાં સમાજને નવો ચીલો ચીતરવાનું કામ લગ્નમાં કરેલું જેમ કે તેમણે પોતાના લગ્ન પ્રસંગમાં શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સમઢીયાળા ગીર સંચાલિતદિવ્યાંગ બાળકોની લગ્ન આમંત્રિત કરવામાં આવ્યા હતા અને લગ્ન સ્થળ પર તમામ બાળકોને લગ્નમાં આવેલ સગા સંબંધીઓએ તેમના પર ભોજન કરાવ્યું હતું.તેમજ અવની ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા સંચાલિત અનાથ દીકરીઓને પણ આમંત્રિત કરવામાં આવી હતી અને ભોજન કરાવ્યું હતું અને આવા ભગવાન સ્વરૂપ બાળકોના આશીર્વાદ મેળવેલા હતા. હંમેશા આવા સેવા કાર્ય માટે તત્પર રહેતા અને મેંદરડામાં સેવાભાવી એવા પત્રકાર તરીકેની છાપ ધરાવતા આવા ઉમેદવ વ્યક્તિત્વ ધરાવતા ગૌતમભાઈ શેઠનો અતિ ગંભીર દિવ્યાંગોની સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશીએ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો તેમજ લગ્નમાં ગેટની બહાર લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં લગ્નના ગેટની બાર મોટો હોર્ડિંગ્સ મારવામાં આવ્યું હતું જેમાં. બેટી બચાવો બેટી પઢાવો, સેવ સોલી, સેવ ટ્રી, બ્લડ ડોનેટ, સેવ વોટર, સ્વચ્છ ભારત, સેનો ટુ પ્લાસ્ટિકના બેનરમાં લોગાઓ મારીને લોકોને એક લગ્નમાં અનોખો સંદેશો આપ્યો હતો. તેમજ મન મંદિર ચેરી ટેબલ ટ્રસ્ટના તમામ સભ્ય દ્વારા લગ્નમાં જેહમત ઉઠાવી હતી અને સ્કુલમાં લગ્ન જેવો માહોલ ઉભો થયો હતો.ચી. ગૌતમ ચીઅમીના શુભ લગ્ન શાપુર નિવાસી ગોપાલભાઈ દેવાણી તથા ચંદ્રિકાબેન સુપુત્રી ચી. અમી શુભ લગ્ન મેંદરડા નિવાસી જયેશભાઈ કરસનભાઈ શેઠ સ્વ મિતાબેન સુપુત્ર ચી.ગૌતમના લગ્નઉત્સવ ખાનગી સ્કૂલ વંથલી રોડ ખાતે યોજાયા હતા.