ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
23 માર્ચે, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી હતી. આટલા વર્ષો થયા છતા પણ આપણે શા માટે તેનો દિવસ યાદ કરીએ છીએ ? આ ક્રાંતિકારીઓ ભારત માતા માટે, દેશ માટે કામ કરતા કરતા શહિદ થયા માટે આપણે તેમને યાદી કરીએ છીએે. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચૂમિને ગળામાં નાખી શહિદી વ્હોરીને ક્રાંતીકારીઓના ઈતિહાસનું ટર્નિંગ પોઈન્ટ સાબીત થયા તે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ શહિદ દિન. લોકચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેકીને સામે ચાલીને પકડાઈ જતા ભગતસિંહ છટકવાનો ઈન્કાર કરે છે. ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી પછી દિલ્હી જઈને ત્યાં પત્રકાર તરીકેની નોકરી શરૂ કરી. પરંતુ અંગ્રેજોના શોષણખોર શાસનથી ભગતસિંહ તંગ થઈ ગયેલ હતા. ભગતસિંહે ચંદ્રશેખર આઝાદ, વિર સાવરકર, ખુદીરામ બોઝ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાખાં, જતીન્દ્રનાથ દાસ વિગેરે ક્રાંતિકારી સાથે દેશભિકતના કામમાં જોડાણા અને તેમા પણ જલિયાવાલા બાગના હત્યાકાંડનો જે બનાવ બન્યો તેમા ક્રાંતિકારો હચમચી ગયા તેમા પણ ભગતસિંહને લાગ્યુ કે, હવે અહિંસક લડતથી કહીજ ફેર નહી પડે આમ તેમને હવે દેશ માટે કંઈજ કરવું પડશે અને આ અંગ્રેજોની સામે લડત આપવી પડશે.
- Advertisement -
‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરી દેશભકિતની પત્રિકાઓ ફેકી બ્રિટીસ સરકારને ખુલ્લી ચેલેન્જ કરી ક્રાંતીકારી ઈતિહાસનું ટ્રેનિંગ પોઈન્ટ સાબીત થયેલ અને તેમની સામે સરકારે કેસ કર્યો. આમ, પોતાના બચાવ કે દયા માટે દરમિયાનગીરી કરવા પણ ઈચ્છતા ન હતા. આમ, ર3/3/1931નાં રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદાને જાતેજ ચૂમીને ગળામાં નાખી આખા ભારતના આ ત્રણે સપૂતોએ શહિદી વ્હોરી ત્યારથી ભારતની સ્વતંત્રતાનો ટનિંગ પોઈન્ટી શરૂ થયો. આમ, આ ત્રિદેવ સપૂત ભારતના યુવાનોના પ્રીય આજે પણ રહ્યા છે. જેમ આ યુવાનો દેશ માટે શહિદ થયા હતાં.



