આજે (30 જુલાઈ) મનુ ભાકર તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્ટલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમવા ઉતરી, જ્યાં તેણે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મનુ ભાકર કોઈ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી દીધો. ભારતના મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંનેએ આ મેચ 16-10થી જીતી લીધી હતી.
- Advertisement -
પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ચાહકોની નજર ફરી એકવાર મનુ ભાકર પર રહી. તે આજે (30 જુલાઈ) 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતના સરબજોત સિંહ સાથે રમવા આવી. અગાઉ, મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનો શૂટિંગમાં આ પાંચમો મેડલ હતો.
મનુ ભાકરે બનાવ્યો આ મહારેકોર્ડ
મનુ ભાકરે 30 જુલાઈના રોજ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતી શક્યો નથી. સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે-બે મેડલ જીત્યા છે, પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે.
- Advertisement -
મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. ઉપરાંત, મનુ પહેલા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ (સિલ્વર મેડલ, એથેન્સ 2004), અભિનવ બિન્દ્રા (ગોલ્ડ મેડલ, બીજિંગ ઓલિમ્પિક્સ 2008), ગગન નારંગ (બ્રોન્ઝ મેડલ લંડન ઓલિમ્પિક્સ 2012), વિજય કુમાર (સિલ્વર મેડલ, લંડન ઓલિમ્પિક્સ (2012)) એ શૂટિંગમાં મેડલ જીત્યા હતા.
મનુ ભાકરની આ બીજી ઓલિમ્પિક
મનુ ભાકરની આ બીજી ઓલિમ્પિક છે. તેણે છેલ્લી ટોક્યો ઓલિમ્પિક 2020માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 10 મીટર એર પિસ્તોલ ક્વોલિફિકેશન રાઉન્ડ દરમિયાન તેની પિસ્તોલ ખરાબ થઈ ગઈ હતી. આ કારણે ગઈ વખતે તે મેડલ જીતી શકી ન હતી. પરંતુ આ વખતે મનુએ પોતાની પુરેપુરી તાકાત બતાવી અને મેડલ પર નિશાન સાધી દીધું. આ ઉપરાંત, મિક્સ્ડ ટીમ 10 મીટર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પણ મેડલ ચૂકી ગઈ હતી.
22 વર્ષની મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024 શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તે 21-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી એક માત્ર એથ્લેટ છે જેણે ઘણી વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. મનુએ 2023 એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.
મનુ ભાકર ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય છે. તે ગોલ્ડ કોસ્ટ 2018 ખાતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પણ છે, જ્યાં તેણે CWG રેકોર્ડ સાથે ટોચનો મેડલ જીત્યો હતો. મનુ ભાકર બ્યુનોસ આયર્સ 2018માં યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર અને દેશની પ્રથમ મહિલા એથ્લેટ પણ છે. તેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મહિલા 25 મીટર ટીમ પિસ્તોલનો ખિતાબ જીત્યો હતો.