હું ચૂંટણી લડવા નહીં, લોકોના દિલ જીતવા આવ્યો છું : મનસુખ માંડવિયા
વિજય વિશ્ર્વાસ રેલીમાં વિવધ સમાજ અને વેપારી સંગઠન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું
મહેર મણીયારા રાસની રમઝટ બોલી તો ભૂદેવોએ આપ્યા આશીર્વાદ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
- Advertisement -
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જનતાના આશીર્વાદ અને વિજયના વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે સુદામા મંદિર,કિર્તી મંદિરે દર્શન કર્યા બાદ સુદામા ચોક ખાતે આયોજીત વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ એક ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.કમલાબાગ ખાતે ભૂદેવોના આશીર્વાદ લીધા બાદ ડો.મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા ઉમેદવારી નોંધાવવા માટે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કલેકટર કે.ડી.લાખાણી સમક્ષ ડો. મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું
તેમજ પ્રાંત અધિકારી સંદીપ જાદવ સમક્ષ અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. બાબુભાઈ બોખરીયાએ જણાવ્યું હતું કે અર્જુનભાઈ મોઢવાડિયાના ભાજપમાં આવવાથી પોરબંદરની ધરતી કોંગ્રેસ મુક્ત બની છે. ત્યારે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી એકતરફી બહુમતી મેળવશે. સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે ડો. મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે, તેમની પ્રતિભાને શોભે એ રીતે ગુજરાતમાં સૌથી મોટી લીડ સાથે જીતાડીશું, તેમણે ઉમેર્યુ હતું કે પોરબંદરમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે, તેથી જેટલા મત પડશે તે ભાજપને જ મળવાના છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોઈ નાત-જાત, ધર્મ, વિસ્તારના બંધનોથી પર ઉઠી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, એટલા માટે આઝાદી પહેલા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશ એકજુટ થયો હતો, તે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકજુટ થઈને આગળ વધી રહ્યો છે.
ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે વૈશ્વિક નક્ષા ઉપર એક નવી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. મારા ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર પણ મોદીની ચાર યોજનાઓના ચાર લાભાર્થીઓ છે.
- Advertisement -
ડો.મનસુખ માંડવિયાએ ચૂંટણીનું ફોર્મ ભરવામાં અનોખો પ્રયોગ કર્યો
ચૂંટણીના નિયમો મુજબ કોઈ ઉમેદવાર જાતે ચૂંટણી લડી શકતા નથી, પરંતુ તેને ચૂંટણી લડાવનાર વ્યક્તિ જેતે ‘દરખાસ્ત કરનાર’ કહેવાય તે દરખાસ્ત કરે છે, કે હું આ વ્યક્તિને ચૂંટણી લડાવવા માંગુ છું. ચૂંટણી લડનાર પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ 4 ફોર્મ રજૂ કરી શકે છે. ડો. મનસુખ માંડવિયાએ પોતાની દરખાસ્ત કરવા માટે સરકારના લાભાર્થી અને પછાત વર્ગોને આપીને ખૂબ મોટી પ્રતિબદ્ધતા દર્શાવી છે કે તેઓની પ્રાથમિકતા શું છે. પ્રધાનમંત્રીએ જણાવેલ કે નવા ભારતમાં ચાર વર્ગો જ છે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી(GYAN), આ ચાર વર્ગોએ મનસુખભાઈ માંડવિયા ચૂંટણી લડે તે માટે તત્પરતા દર્શાવી દરખાસ્ત કરેલી છે. જે દર્શાવે છે કે તેમણે મનસુખભાઈમાં પોતાનો ભરસો દર્શાવ્યો છે, (GYAN) ચૂંટણી મનસુખભાઈએ જણાવેલ છે કે આ ચૂંટણી હું નહીં પણ મારા વિસ્તારના આ 4 વર્ગો લડે છે.