કુલ 61 દરખાસ્તો મંજૂર: વોર્ડ નં.10ની સોસાયટીઓના રોડ પર મેટલીંગ, વોર્ડ નં.4ના ગણેશ પાર્ક/સેટેલાઈટ ચોકમાં તથા ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાઈપ ગટર, અંબીકા ટાઉનશીપમાં પાઈપ ગટર તેમજ વિવિધ વિસ્તારોના પાણી પુરવઠાની પાઈપલાઈન સહિતના વિકાસ કામોને મંજૂરી અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ અંતિમ સ્ટેન્ડિંગમાં 104 કરોડની 61 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઈ હતી જ્યારે 15 દરખાસ્તોને પેન્ડિંગ રખાઈ હતી. સ્ટેન્ડિંગમાં વેસ્ટઝોનમાં ઘંટેશ્વર ફીલ્ટર પ્લાન્ટ તથા પમ્પિંગ સ્ટેશનના દ્વિવાર્ષિક પ્રિવેન્ટીવ ઓપરેશન મેન્ટેનન્સના કામ અંગેનો નિર્ણય તેમજ વોર્ડ નં.18માં આવેલ હરીદ્વાર-1 હાઉસીંગ બોર્ડ, મચ્છોનગર સહિતના વિસ્તારોની સોસાયટીના મેઈન રોડ પર મેટલીંગ કામ, વોર્ડ નં.12માં વાવડી ટીપી સ્કીમ નં.15ના રસ્તા તથા લાગુ વિસ્તારની સોસાયટીના રસ્તા પર ડામર કાર્પેટના કામને બહાલી અપાઈ હતી. વોર્ડ નં.3 ગાયકવાડી સોસાયટી શેરી નં.3માં સુલભ શૌચાલય પાસે જુના સ્લેબ કલવર્ટ દુર કરી નવા સ્લેબ કલવર્ટ બનાવવા, તેમજ વોર્ડ નં.15માં અંબીકા ટાઉનશીપમાં આવેલા વોકર્સ ઝોન બનાવવા, ઉપરાંત આજ વોર્ડમાં ટીપી સ્કીમ નં.10માં આવેલ એનીમલ હોસ્ટેલમાં રીટેઈનીંગ હોલ તથા શેડ બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી. વોર્ડ નં-12માં વાવડીની સોસાયટીમાં 7.74 કરોડના ખર્ચે ડામર રોડ બનશે.
- Advertisement -
આ ઉપરાંત વોર્ડ નં.16માં ખોખડદળ નદી કોઠારીયા રોડ દેવપરા મેઈન રોડના કોર્નર સુધી પાણી પુરવઠા નેટવર્ક માટે ‘અમૃત 2.0’ યોજના હેઠળ 500 મી.મી. ડાયા ડીઆઈ પાઈપલાઈનના 2.99 કરોડના કામ તેમજ મ્યુનિસિપિલ કોર્પોરેશનના જુદા જુદા વોટર વર્કસ ડ્રેનેજ, રોડસ એન્ડ બીલ્ડીંગના
મનપામાં નવા ભળેલા મુંજકા ગામમાં સુએજ નેટવર્ક માટે 32 કરોડ મંજૂર: વોર્ડ નં.12માં વાવડીની સોસાયટીમાં 7.74 કરોડના ખર્ચે ડામર રોડ બનશે
- Advertisement -
સુપરવિઝનના કામ માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન ક્ધસલ્ટન્સી પીએમસી સર્વિસ માટે એજન્સી એમ્પનલમેન્ટ કરવાના કામ માટે તેમજ વોર્ડ નં.18માં આવેલ ખોડલધામ સોસાયટીના આસપાસની સોસાયટીઓમાં પાણી પુરવઠાના નેટવર્ક હેઠળ ‘અમૃત 2.0’ યોજના હેઠળ ડીઆઈ પાઈપલાઈન માટેની સામગ્રી પુરી પાડી નેટવર્ક સબંધી કામગીરી, મ્યુનિ.કોર્પો.ની બાંધકામ અને વોટર વર્કસ શાખા તેમજ ડ્રેનેજ શાખાની કામગીરી માટે શેડયુલ ઓફ રેઈટ નકકી કરવા ઉપરાંત કરોડાનો વિકાસ કામોને બહાલી અપાઈ હતી.
જ્યારે રેસકોર્સ સંકુલમાં આવેલા વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ રૂફ ફીટીંગના કામ માટે 21 લાખ, વોર્ડ નં-18 ખોડલધામ સોસાયટી તથા આસપાસ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નખાશે.
રામવનના ગેટ સામે ફૂડ પાર્ક બનશે
શહેરના વોર્ડ નં.15માં અર્બન ફોરેસ્ટ રામવનના પ્રવેશદ્વાર પાસે ફુડ પાર્ક તેમજ રામવનમાં 3 સ્થળો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફુડકોર્ટ કાર્યરત કરી તેનું સંચાલન એજન્સીને સોંપવામાં આવનાર છે. તથા ટોઈલેટ બ્લોક બનાવવામાં આવશે. તેના માટે 58.37 લાખ મંજૂર કરાયા છે.
શહેરના વોર્ડ નં.4માં વિકાસકામોની વણઝાર: અંદાજે 5 કરોડના કામોને મંજૂરી
વોર્ડ નં.4ના ગણેશ પાર્કની સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે 83 લાખ અને સેટેલાઈટ ચોક, 80 ફૂટ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ ગટર નાખવા માટે 90 લાખ, ઈન્દ્રપ્રસ્થ સોસાયટી અને આસ્થા વેન્ટીલા સોસાયટીમાંવરસાદી પાણીના નિકાલ માટે 61 લાખ, ટીપી-31ના બાકી રહેતા વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે 1.12 કરોડ, હરસિદ્ધિ અને રિદ્ધિ-સિદ્ધિ ઈન્ડસ્ટ્રીઝ એરીયાના જુદા જુદા વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે 1.27 કરોડ અને ટીપી 15માં 85 લાખના ખર્ચે પાઈપલાઈન નાખવામાં આવશે. વોર્ડ નં-9માં નવા ભળેલા ગામ મુંજકામાં સુએજ નેટવર્ક માટે 32 કરોડનાખર્ચવામાંઆવશે.
5.90 કરોડના ખર્ચે આર્ટ ગેલેરીનું નવીનીકરણ
રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીના નવીનીકરણ માટેના ટેન્ડર પ્રક્રિયાની દરખાસ્તને મંજૂર કરાઈ હતી. આર્ટ ગેલેરીના નવીનીકરણ અને એક્ઝિબિશન હોલ બનાવવા માટે મનપાએ 5.90 કરોડ રૂપિયાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. રેસકોર્સ સંકુલમાં આવેલા વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ રૂફ ફીટીંગના કામ માટે 21 લાખ, વોર્ડ નં.18 ખોડલધામ સોસાયટી તથા આસપાસ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નખાશે.