શ્રીજી એજન્સી દ્વારા ફાયર સેફ્ટીના બાટલા અલંગથી સસ્તામાં લાવી ISIનો માર્કો લગાવી ગેરકાયદે વેંચાણ
લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવું મહાકૌભાંડ શ્રીજી ફાયર સેફ્ટી ચલાવી રહ્યું છે. શ્રીજી ફાયર સેફ્ટી અલંગમાંથી જૂની બોટલો લઈ આવીને રાજકોટમાં 4300માં વેચી રહ્યા છે આ હલકી ગુણવત્તાની ફાયરની બોટલો પર આઈએસઆઈના માર્કો લગાવીને શહેરમાં વેચી રહ્યા છે. જ્યારે શ્રીજી ફાયર સેફ્ટીએ શહેરમાં અનેક લોકોને આવી બોટલો ધાબડી દીધી છે. જ્યારે તેની ચકાસણી અર્થે આવેલા ફાયર ઓફિસરે ફાયર એનઓસી પાસ કરાવવાના દસ હજાર માંગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. શ્રીજી ફાયર સેફ્ટીએ ડ્રીમ સિટી સોસાયટીમાં ફાયરની લગભગ 64 બોટલો વેચી હતી. જેના કમ્પ્લીશન માટે ચકાસવા આવેલા મહાનગરપાલિકાના અધિકારી રાહુલ જોશીએ દસ હજાર બેન્કમાં પોતાના ખાતમાં નાખવા માટે સોસાયટીના રહીશને કહ્યું હતું. મારે અરજન્ટ કામ છે અને મારે ખેર સાહેબ સાથે વાત થઈ ગઈ છે. તેવું કહી રાહુલ જોશી નામના અધિકારીએ 10 હજારની ઉઘરાણી હતી. ફાયર વિભાગ દ્વારા જો સોસાયટી કે, બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી ખામીઓ બહાર આવી શકે તેમ છે. શ્રીજી ફાયર સેફ્ટીએ મોટાભાગની સોસાયટીમાં પોતાની બોટલો સપ્લાય કરી છે અને લોકોની જિંદગીને જોખમમાં મુકી રહ્યા છે. જ્યારે મહાનગરપાલિકા પાસે એવા કોઈ સાધન જ નથી કે જેનાથી ફાયરની બોટલોની ચકાસણી થઈ શકે. ફાયરની બોટલોની ગુણવત્તા કેવી છે તેના પર લાગેલો આઈએસઆઈનો માર્કો સાચો છે કે નહીં તે જાણવું હોય તેવી કોઈ વ્યવસ્થા મહાનગરપાલિકામાં નથી.
- Advertisement -
અધિકારી રાહુલ જોશીએ ડ્રીમ સિટીના રહીશને ફોન કરી કમ્પ્લીશન માટે કરી ઉઘરાણી
કોઈ મારા નામે ઉઘરાણા કરે તો મારો સંપર્ક કરો: આઈ.વી.ખેર
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરને આ લાંચ માંગવાનું કૌભાંડ જણાવતા કહ્યું હતું કે, અમારા વિભાગમાં પારદર્શિતા આવે તેવા અમે પ્રયાસ કરીશું અને જો કોઈ વ્યક્તિ મારા નામે પૈસા ઉઘરાવે તો મારો સંપર્ક કરવો. ઉલ્લેખનીય છે કે, ફાયરના અધિકારી રાહુલ જોશીએ ડ્રીમ સિટી સોસાયટીમાં ચેકિંગ દરમિયાન ખેરનું નામ લઈ પૈસાની માંગણી કરી હતી. જ્યારે ડ્રીમ સિટીમાં લગાવાયેલી ફાયરની બોટલો ચાલે તેમ નથી તેવું પણ તેમણે જણાવ્યું હતું. અને મારી પાસે આ કેસની વિગતો આવી છે જેમાં તપાસ શરૂ છે.
- Advertisement -
મોટાભાગની બિલ્ડીંગોમાં હલકી ગુણવત્તાના ફાયરના સાધનો
રાજકોટની મોટાભાગની હાઈરાઈઝ બિલ્ડીંગ કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પાસે આવા જ હલકી ગુણવત્તાના ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા છે. જો મનપા દ્વારા તેની તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. આ સાધનો એવા છે કે જ્યારે ઈમરજન્સીમાં જરૂર પડે ત્યારે તે કામ ન કરી શકે તેવી પણ સંભાવના છે. અગાઉ પણ અનેક વખત શહેરમાં આગના બનાવો બની ચૂક્યા છે જેમાં માનવ જિંદગી જોખમમાં મુકાય છે અને જ્યારે પણ આવા બનાવો બને તે સમયે લોકો ફાયર સેફ્ટીના સાધનો વસાવે છે પરંતુ તેને ગંભીર રીતે ન લઈને તેની ચકાસણી કરાવતા નથી.