જૂનાગઢ TPO અને પૂર્વ કમિશનરે બિલ્ડરોને ફાયદો કરાવ્યાની રાવ
ભ્રષ્ટાચાર મુદ્દે CM, CBI, પોલીસમાં કરી ફરિયાદ
- Advertisement -
કે.જે.કેન્સર હૉસ્પિટલને નિયમ વિરુદ્ધ બાંધકામની મંજૂરી આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢના સિનિયર એડવોકેટ અને ગુજરાત બાર કાઉન્સિલ મેમ્બર મુકેશ કામદાર દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના ટીપીઓ ગામીત અને પૂર્વ કમિશનર અને મળતીયાઓ સામે સીધા આક્ષેપ સાથે શહેરના બિલ્ડરોને ફાયદો કરાવીને રાજ્ય સરકારની તીજોરીને 500 કરોડનું નુકશાન કર્યાની ફરિયાદ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી ગૃહ મંત્રી, સીબીઆઈ અને પોલીસ અધિકારી સહીતના સંબંધિત ખાતાઓમાં કરતા શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને એમ જણાવ્યું કે,જો વાત ખોટી સાબીત થાય તો જાહેર જીવન છોડી દેવાની વાત કરી છે. જૂનાગઢ મનપામાં બાંધકામની મંજૂરી આપવામાં નિયમો નેવે મૂકીને આડેધડ મજૂરી આપવાના અગાઉ પણ અનેક ફરિયાદો થઇ ચુકી છે.ત્યારે જૂનાગઢના સિનિયર એડવોકેટ મુકેશ કામદારે ઉચ્ચ લેવલે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, મનપાના પૂર્વ કમિશનર રાજેશ તન્ના ટીપીઓ બિપીન ગામીત ઇન્ચાર્જ સીટી ઇન્જીનીયર રાઠોડ તેમજ જુડાના પાનસુરીયા દ્વારા રાજ્ય સરકારની તિજોરીને રૂા.500 કરોડથી વધારાનું નુકશાન કરેલ હોય અને ઉપરોકત તમામ અધિકારીઓએ કરપશન કર્યુ હોય તેના વિરૂઘ્ધ ધોરણસર ફરિયાદ કરી અને ઉંડી તપાસ થવી જોઇએ.
- Advertisement -
સિનીયર એડવોકેટ કામદારે ફરિયાદમાં વધુ જણાવ્યુ હતુ કે, ગુજરાત ટાઉન પ્લાનીંગના કાયદા મુજબ ટીપી અધિકારી બીપીન ગામીત તથા જુડાના ટીપી અધિકારી રાઠોડ તેમજ મનપાના સીટી એન્જીનીયર અને પૂર્વ કમિશ્નર રાજેશ તન્ના તેમજ જુડાના અધિકારી પાનસુરીયા દ્વારા જે જમીન બીન ખેતી કરવામાં આવલ તે જમીનમાં 40 ટકા રિર્ઝવેશન રાખવાનુ હોય છે પરંતુ તે જમીનમાં બીજા રોલમાં તેમજ અન્ય જગ્યાએ 40 ટકા રિર્ઝવેશનમાં બતાવીને જૂનાગઢમાં આશરે 32 જેટલા બીન ખેતીના હુકમો કરવામાં આવેલ છે જે 40 ટકા જમીન સરકારને રિર્ઝવેશનમાં મળે છે ખરી હકીકતે જોઇએ તો આ જે 40 ટકા રિર્ઝવેશન મળે છે તે સરકારી જમીનનું બિલ્ડરોને લાભ કરાવી આપે છે અને રાજય સરકારને મળવા પાત્ર કરોડો રૂપિયાની જમીન ઇન્ડાયરેકટર રીતે વેચાણ કરી નાખેલ છે અને પોતાના પ્રશ્ર્નલ લાભ અને ભ્રષ્ટ્રાચાર માટે સરકારશ્રીને કરોડો રૂપિયાનું નુકશાન કરેલ છે. તેમા ઝાંઝરડા રોડ પર સુવર્ણ ભૂમિ રેસીડેન્સી કોમ્પલેક્ષ બનેલ છે જેમાં તા.1-4-2018થી સરકારનો પરિપત્ર છે કે, 2500 ચો.મી.થી વધારે જગ્યા હોય તો 20 ટકા રિર્ઝવેશન રાખવાનું હોય છે આ બિલ્ડીંગની મંજૂરી વગેરે બાબતમાં 20 ટકા રિર્ઝવેશન રાખેલ નથી. તેમજ ગંગા પાર્કની અંદર કે.જે.કેન્સર હોસ્પિટલ નામની હોસ્પિટલ થયેલ છે જ્યા 9 મિટરનો રોડ મળે છે જે 9 મિટરના રોડ ઉપર જી પ્લાસ ફાઇવનું રેસીડેન્સલ બાંધકામ મળી શકે પરંતુ ત્યાં કોઇ પણ સંજોગમાં કોમર્શીયલ બાંધકામની મંજૂરી મળે નહીં ત્યારે ઉપરોક્ત લોકોએ સાથે મળીને કોમર્શીયલ બિલ્ડીંગને બાંધકામની મંજૂરી આપેલ છે. જે લાભ સરકારને મળવાનો હોય તે લાભ બીલ્ડરોને આપી લીધેલ છે. ત્યારે આવી શહેરની અનેક બાંધકામોની તપાસ જરૂરી છે તેમ જણાવ્યુ હતુ.
જે જમીનો બિન ખેતી રદ્દ કરી હોય અથવા કરવાની હોય તેની નિવિદા જાહેર કરો
જૂનાગઢ સિનિયર એડવોકેટે જણાવ્યુ હતુ કે, જૂનાગઢ મનપા દ્વારા શહેરની જે જમીનો બિન ખેતી રદ કરી હોય અથવા કરવાની હોય તેની જાહેર નિવિદા લોકો સમક્ષ રજૂ કરવી જોઇએ જેના લીધે સામાન્ય અને ગરીબ પરિવાર જેતે જમીન પર પોતાનું મકાન ખરીદે અથવા બાંધકામ કરે તેવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને ભવિષ્યમાં પરિવાર પાયમાલ ન બને તેનું પણ ઘ્યાન રાખવુ જરૂરી છે ત્યારે બિન ખેતી થયેલ અથવા જે બીન ખેતી રદ કરી હોય તેવી જમીનોને જાહેર કરવી જોઇએ.