હાલમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે ત્યારે રાજકીય પક્ષો બેઠકો કબજે કરવા કમર કસી રહ્યા છે.
માંગરોળ ભાજપ માંથી અગાવ શીલના માજી સરપંચ રામજી ભાઈ ચુડાસમા 500 કાર્યકરો સાથે ભાજપને છોડી અપક્ષમાંથી શીલ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે.
જ્યારે આજરોજ શેરીયાજના ભાજપના મહિલા આગેવાન નીલુ બહેન કામળિયા એ તાલુકા પંચાયતમાં ટીકીટ માંગી હતી પરંતુ ટીકીટ ના મળતા ભાજપમાંથી રાજીનામુ તાલુકા ભાજપ પ્રમુખ ને સુપ્રત કર્યું હતું.
નીલુ બહેનએ કોંગ્રેસ કાર્યાલયે જઈ પોતાના કાર્યકરો સાથે વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા.
- Advertisement -
કોંગ્રેસ આગેવાનો દ્વારા નીલુ બહેન સહિત 100 કાર્યકરો અને માનખેત્રાના હાજાભાઈ ભુવાઆતાનું ખેસ અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.


