જુગાર રમાડતા સંચાલક સહિત 18 ઝડપાયા, જુગારીઓને દારૂ-બીયર પણ પીરસાતો હતો: 9000નો દારૂ-બીયર મળતા સંચાલક સામે અલગથી ગુનો : 94 લાખનો મુદામાલ કબજે
2024ના પ્રારંભએ પડેલો પ્રથમ દરોડો અનેકના તપેલા ચડાવી દે તો નવાઈ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ફરી 2024માં ધબધબાટી શરૂ કરી દીધી છે દારૂ – જુગારના હાટડાઓ ઉપર ફરી ધોંસ બોલાવવાનું શરૂ કર્યું હોય તેમ રાજકોટ જિલ્લામાં ગઈકાલે એક જ સ્થળે દરોડો પાડી દારૂ-જુગારના બે કેસ કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામળીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ખાંટ સહિતની ટીમ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાણ સ્ટાફને મળેલી બાતમી આધારે માણેકવાડા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાની વાડીમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડ્યો હતો પોલીસે ક્લબ સંચાલક મહેન્દ્રસિહ અને જુગાર રમવા આવેલ 17 સહિત 18 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે બે વાહન મૂકી નાસી છૂટેલા બંનેના માલિકની શોધખોળ હાથ ધરી છે પોલીસે જુગારધામમાંથી રોકડા 15,01,500, 2,31,500ના 23 મોબાઈલ, 77 લાખના 6 વાહન સહી 94,33,000નોમુદ્દામાલ કબજે કર્યો હતો ફાર્મહાઉસમાંથી દારૂ-બીયર પણ મળી આવતા 9000નો દારૂ-બીયર કબજે કરી સંચાલક મહેન્દ્રસિહ સામે અલગથી દારૂનો ગુનો નોંધ્યો હતો. દારૂ બીયર મળી આવતા અંહી જુગાર રમવા આવતા જુગારીઓને શરાબની પણ સુવિધા સંચાલક કરી આપતો હોવાનું જાણવા મળ્યું છે તમામ જુગારીઓ રાજકોટ, ગોંડલ, ઉપલેટા, જેતપુર, કાલાવડ, જામકંડોરણા, જસદણ પંથકના હોય તમામને કાર મારફત લેવા, મૂકવાની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે હાલ કોટડાસાંગાણી પોલીસમાં બે ગુના દાખલ કરવી વધુ તપાસ હાથ ધરી ચએ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
- Advertisement -
દરોડા દરમિયાન પકડાયેલા 18 શખ્સોના નામ અને સરનામા
મહેન્દ્રસિહ ભીખુભા જાડેજા : માણેકવાડા કોટડાસાંગાણી
શુભમ મુકેશભાઈ ગોસ્વામી : કોજી કોટિયાર રાજકોટ
રોનક સુખરામભાઈ નિમાવત : આકાશદીપ સોસાયટી રાજકોટ
ભાવેશ સુરેશભાઈ ઝીઝુંવાડિયા : વિશ્વેશ્વર હાઉસિંગ સોસાયટી રાજકોટ
નીતિન બલદેવભાઈ પરમાર : આંબેડકરનગર રાજકોટ
જયપાલસિંહ દસુભા જાડેજા : વૃંદાવન સોસાયટી 150 ફૂટ રિંગ રોડ રાજકોટ
દિનેશ કાનજીભાઈ પટેલ : ક્રિષ્ના પાર્ક સોસાયટી રાજકોટ
અવધેશ પ્રવીણભાઈ સૂચક : નિકાવા કાલાવડ
હરેશ મગનભાઈ સોલંકી : ખડધોરાજી કાલાવડ
હસમુખ જમનાદાસ ટીલાવત : ઉમરાળી જેતપુર
સનાળાભાઈ કાનાભાઈ રાદડિયા : મેવાસા જેતપુર
સોહિલ ઇશાકભાઇ ડેલા : ડહીયા ગોંડલ
ક્રિપાલસિહ અભયસીહ જાડેજા : બાપુનગર સોસાયટી જામકંડોરણા
કુલદીપસિંહ જલુભા જાડેજા : બાપુનગર સોસાયટી જામકંડોરણા
જયંતી રામજીભાઈ ડોબરિયા : જીરાપા પ્લોટ ઉપલેટા
મુકેશ કરશનભાઈ ચૂડાસમા : માળિયાહાટીના જુનાગઢ
પોલા અરજણભાઈ ચાવડા : વેરાવળ ગીર સોમનાથ
રસિક પોપટભાઈ રૂપારેલીયા : સાણથલી જસદણ