આજરોજ બાંટવા નગરપાલિકા ના સભાખંડ માં બાંટવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાંટવા શાખા દ્વારા નગરપાલિકા ના સહયોગ થી બાંટવા માં વસવાટ કરતા ફેરિયાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત કોરોના ના સમયકાળ દરમ્યાન ફેરિયાઓ પોતાની રોજી રોટી ફરીથી ધીરે ધીરે શરૂ કરી શકે તે માટે તમામ શેરી ફેરિયા ને કુલ 154 લાભાર્થી ઓને આજ રોજ 10000 ની લૉન સહાય આપવા માં આવેલ બાંટવા બ્રાન્ચ દ્વારા 154 લાભાર્થી લોકો ને આપવામાં આવેલ ગુજરાત માં સૌથી વધુ લાભાર્થી ઓને લૉન આપનાર બ્રાન્ચ બનેલ આ તકે બાંટવા એસ.બી.આઈ બ્રાન્ચ ના મૅનેજર શ્રી આંનદભાઈ ખત્રી , બાંટવા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વાઘેલા. નગરપાલિકા પ્રમુખ તેમજ સુનિલભાઈ જેઠવાણી તેમજ નગરપાલિકા સ્ટાફ અને બહોળી સંખ્યા માં લાભાર્થી હાજર રહેલ અને લાભાર્થી ઓને તેમની લોન પાસ થયેલ છે તેવું લોનપાસ પત્ર આપેલ હતા
- Advertisement -
- જીજ્ઞેશ પટેલ માણાવદર