મામલતદાર અને વહીવટદાર, PSI પણ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
માણાવદરમાં આવેલ બાગદરવાજા વિસ્તારમાં વરસાદ દરમિયાન ખૂબ જ પાણી સમસ્યાથી અહીંના લોકો નગરપાલિકાના રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરતા બબાલ થઈ હતી.
માણાવદર બાગવિસ્તારની શેરીઓમાં વરસાદના સમયે ખૂબ જ પાણી ભરાતું હોવાથી રહીશોને મુશ્કેલી થતી હતી અને શેરીઓમાં ગોઠણડૂબ પાણી ભરાતા ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હતા ત્યારે આ બાબતે ગઈકાલે માણાવદર મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર સમક્ષ યોગ્ય નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
- Advertisement -
ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર કે.જે. મારૂએ નગરપાલિકા તંત્ર તાત્કાલિક પાણી નિકાલ કરવાની કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે નગરપાલિકા કાર્યાલય અધિક્ષક પરેશ જોષી સહિતનો સ્ટાફ આ વિસ્તારમાં પાણીના નિકાલ કરવાની કામગીરી માટે ગયા હતા ત્યારે તે આગળની ગટરમાં યોગ્ય નિકાલ કરવા માટે તે ગટરના ઢાંકણા તોડવાનું કહેતા વિસ્તારને લોકોએ આ ગટરના ઢાંકણા નહીં તોડવાનું કહીને બબાલ કરતાં નગરપાલિકા તંત્ર દ્વારા મામલતદાર અને વહીવટદાર તથા પોલીસ તંત્રને બોલાવવાની ફરજ પડી હતી જયારે આ બનાવ ઉગ્ર ન બને અને યોગ્ય નિરાકરણ આવે તે માટે માણાવદર મામલતદાર અને વહીવટદાર કે.જે. મારૂ તથા પીએસઆઇ સી.વાય.બારોટનો સ્ટાફ દોડી આવ્યો હતો સ્થાનિક લોકોને સમજાવ્યા હતા જયારે માણાવદર શહેરની ગટર ઉપર અનેક જગ્યાએ દબાણ થયા હોય છે જેને કારણે વરસાદી પાણી રોકાય છે ત્યારે તે અવરોધોને તાત્કાલિક દૂર કરીને સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી હતી.