માણાવદર પંથકમાં વધતા જતા કોરોના કેસો ચિંતાનો વિષય બનેલ છે ત્યારે માણાવદર શહેરના ભાગ્યોદય જિનિંગ વાળા ગોરધનભાઈ ગરાળા દ્વારા શહેરમાં વિનામૂલ્યે ૫૦૦૦ એન ૯૫ માસ્કનું વિતરણ કર્યું હતું
હાલ ઘણા લોકો પાસે માસ્ક જ નથી તેમજ માસ્ક ન પહેરવાંને કારણે રૂપિયા ૧૦૦૦નો દંડ ભરવો પડે છે ત્યારે કોરોનાના ઘાતક રોગથી બચવા અને રોગનો ફેલાવો અટકાવવા ના પ્રયાસો કર્યા છે આ તકે ગોરધનભાઈ ગરાળાએ વ્યક્તિગત માસ્ક વિતરણ કરી માસ્ક પહેરાવ્યા અને માસ્ક નહીં પહેરેલ હોય તો પોલીસ દંડ કરશે તેવી સમજણ લોકોને આપી હતી ગોરધનભાઈ ગરાળાએ માસ્ક વિતરણ સેવા દરમિયાન લોકોને સેનીટાઇઝરનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વધુ સંખ્યામાં લોકોને એકત્રિત ન કરવા, રોગને ફેલાતો અટકાવવા વગેરે બાબતે અનુરોધ કરાયો હતો
- Advertisement -
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર