માણાવદર નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખ પુષ્પાબેન ગોરે એ ચાર્જ સંભાળી શહેર ને વિકાસનો અગ્ર દરજ્જો આપવા પ્રથમ પાયોરિટી મા પાણી, સફાઇ, લાઇટ, રસ્તા ના કામો હાથ ઉપર લીધા છે
પ્રમુખ અને સભ્યોની મળેલી બેઠકમાં શહેર માં કથળેલી પાણી સમસ્યા તથા સફાઈકામ ને સર્વ પ્રથમ હલ કરવા અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે શહેરના વિસ્તાર ના બાકી રહેતા કાચા રસ્તાઓ સિમેન્ટ થી મઢવા અને સ્લમ વિસ્તારોમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો તથા નવી લાઇટો ના કામને આગળ વધારવા આદેશો કરવામાં આવ્યા છે
- Advertisement -
(જીજ્ઞેશ પટેલ – માણાવદર)