શાબાશ! રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ દિવસ સુધી વેશપલ્ટો કરી ગાઝિયાબાદમાંથી ડબલ મર્ડરના આરોપીને ઝડપી લીધો
DCP પાર્થરાજસિંહ ગોહિલ અને P.I. મેહુલ ગોંડલિયાની ટીમે ફ્રૂટ અને કપડાંની રેકડી કાઢી, ઓટો રિક્ષા ચલાવી: આરોપી ચાની કીટલી ચલાવતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વિવિધ ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવાની સુચના અન્વયે 2012માં પત્ની અને કાકીની ચારિત્ર્યની શંકાએ બેવડી હત્યા કરી નાસી છુટેલા શખ્સને ડીસીબીની ટીમે ગાઝીયાબાદમાં વેશ પલટો કરી ફીલ્મી ઢબે દબોચી લીધો છે પોલીસે ફ્રુટ અને કપડાની રેકડી કાઢી તેમજ રીક્ષા ચલાવી આરોપી ઉપર વોચ રાખી હતી.
મૂળ યુપીનો અને 2012માં રાજકોટના નાડોદાનગરમાં દુધીબેનના મકાનમાં ભાડેથી રહેતા પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્માએ 22 મેં 2021ના રોજ ચારિત્વની શંકાએ પત્ની મધુબેન ઉર્ફે મુનીબેન અને કાકી રંજનબેનની કરપીણ હત્યા કરી હતી જે તે વખતે આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો બેવડી હત્યાને અંજામ આપ્યા બાદ પવનના ભાઈએ એવું કહ્યું હતું કે બાળકો નાના છે તું જતો રહે હું સંભાળી લઈશ કહી પોતે ગુનો માથે ઓઢી લીધો હતો અને પવન નાસી છૂટ્યો હતો છેલ્લા 12 વર્ષથી પત્ની અને કાકીની બેવડી હત્યામાં નાસતો ફરતો પવન હાલ યુપીના ગાઝીયાબાદમાં છુપાયો હોવાની સચોટ બાતમી આધારે ડીસીબી પીઆઈ ગોંડલીયા અને ડામોરની સુચના અને માર્ગદર્શન હેઠળ એએસઆઈ જલદીપસિહ વાઘેલા સહિતની ટીમ ત્યાં પહોચી હતી ગાઝીયાબાદના સાહીબાબાદ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગુજરાતી તરીકેની ઓળખ છુપાવવા માટે પોલીસે વેશ પલટો કર્યો હતો અને ત્રણ દિવસ સુધી ફુટ તેમજ કપડાની રેકડીની ફેરી કરી હતી અને ઓટો રીક્ષા પણ ચલાવી હતી આરોપી પવનએ આ વિસ્તારમાં ચાનીકીટલી શરૂ કરી હોય સતત ત્રણ દિવસ સુધી વોચ ગોઠવી અંતે પવનને દબોચી લીધો હતો અને રાજકોટ લાવી ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ્ન કબજો સોપ્યો હતો.