રાત્રીના અંધારામાં ખનિજ માફિયાઓ કોલસાનો કાળો કારોબાર કરતાં હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની સિઝન ફરી એક વખત શરૂ થતા હવે કોલસાનું ગેરકાયદેસર ખનન શરૂ થયું છે જેમાં થાનગઢ પંથકના જામવાડી વિસ્તારમાં રાત્રિના સમયે ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમતી હોવાની માહિતી સ્થાનિક મામલતદારને મળતા મામલતદાર અને તેઓની ટિક દ્વારા રાત્રીના સમયે જામવાડી વિસ્તારમાં દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન કોલસાના ગેરકાયદેસર ખાણો જેમાં ચાર નવી અને 6 જૂની ખાણો ચાલતી હોવાથી તમામ ખાણો પરથી જનરેટર મશીન અને ચરખી સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો આ તરફ જામવાડી ખાતે ગેરકાયદેસર કોલસાનું ખનન બંધ કરવા માટે ચોકી બનાવી હોવા છતાં પણ ખનિજ માફીયાઓ રાત્રીના અંધારા પણ ખનિજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું