અમીરાતની એક એર હોસ્ટેસે ફ્લાઈટમાં આવેલા પોતાના નાનકડા પુત્રનું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું તેનો એક ક્યુટ વીડિયો વાયરલ થયો છે.
અમીરાતની એક એરહોસ્ટેસે વિમાનમાં મુસાફરી માટે આવેલા પોતાના નાનકડા પુત્રનું સ્વાગત કર્યું હતું. હકીકતમાં એક નાનો પુત્ર તેના પિતા સાથે અમીરાતની ફ્લાઈટમાં વિદેશ જઈ રહ્યો હતો. પુત્ર તેના પિતા સાથે જે ફ્લાઈટમાં બેસવા આવ્યો હતો તેમાં તેની માતા એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
પુત્રે બોર્ડિંગ પાસ દેખાડ્યો, માતાએ આલિંગન આપ્યું
પુત્રો વિમાનના પગથિયા ચડીને જેવો અંદર આવ્યો કે તરત તેની સામે તેની એરહોસ્ટેસ માતા ઊભેલી હતી. નિયમ પ્રમાણે નાનકડા પુત્રે તેની એરહોસ્ટેસ માતાને બોર્ડિંગ પાસ દેખાડ્યો હતો. બોર્ડિંગ પાસ જોઈને એરહોસ્ટેસ ખુશખુશાલ લાગતી હતી અને અંતમાં તે પુત્રને ભેટી પડી હતી. વિમાનમાં હાજર બાકીના પ્રવાસીઓ માતા અને પુત્ર વચ્ચેનું આ અદ્દભુત મિલન જોઈ રહ્યાં હતા. ત્યાર બાદ નાનકડો છોકરો તેની સીટ પર જઈને બેઠો હતો. તેની માતા આ જ ફ્લાઈટમાં એર હોસ્ટેસ છે.
લોકોએ વીડિયોને એકદમ ક્યુટ ગણાવ્યો
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેને ખૂબ જોયો હતો અને તેને એકદમ ક્યુટ ગણાવ્યો હતો. લોકોએ કહ્યું કે એરહોસ્ટેસ આખરે તો માતા છે ને. પોતાનો પુત્ર જ્યારે વિમાનમાં આવતો હોય ત્યારે કઈ માતાને હર્ષ ન થાય.