ખાસ-ખબર સંવાદદાતા
માળીયા પોલીસ ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીકથી બાતમીને આધારે કચ્છથી માળીયા તરફ આવતી મોંધો દાટ વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્વીફ્ટ કારને ઝડપી પાડીને બનાસકાંઠાના શખ્સને ગિરફતમાં લીધો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા નેશનલ હાઈવે ઉપર હોનેસ્ટ ચેક પોસ્ટ નજીક વાહન ચેકીંગ દરમિયાન માળીયા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ શામજીભાઇ ઉઘરેજા તથા જીગ્નેશભાઇ લાંબાને બાતમી મળી હતી કે, સફેદ કલરની ૠઉં-21-અચ-9491 નંબરની સ્વીફ્ટ કાર વિદેશી દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે જેથી પોલીસે વોચ ગોઠવીને આરોપી કિરણભાઇ ભલાભાઇ સોલંકી (રહે. જેતડા, તા. થરાદ, જી.બનાસકાંઠા) ને દારૂ ભરેલી કાર સાથે ઝડપી લીધો હતો. દરોડામાં પોલીસે આરોપીના કબ્જામાંથી એડ્રીલ ઓરેંજ વોડકા ફોર સેલ ઇન ગોવા, એડ્રીલ ગ્રીન એપલ વોડકા, એડ્રીલ ક્લાસીક વ્હીસ્કી તેમજ જરવીસ રીજર્વ વ્હીસ્કી ઉપરાંત ઓપો કંપનીનો મોબાઇલ ફોન, સ્વીફ્ટ કાર સહિત કુલ 3,79,700નો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરી હતી.