એમનું નામ એલન અને બાર્બરા પીજ. બન્ને પતિપત્ની. સ્ત્રી-પુરુષની રિલેશનશીપ પરના અભ્યાસમાં એક્સપર્ટ.
શાહનામા
– નરેશ શાહ
સેમિનારો, સ્ટડી અને સંશોધનો થકી તેઓ નવા તારણો પર આવે અને તેના સેલ્ફ હેલ્પ પરના શૈલીદાર પુસ્તકો લખે. કહે છે કે એલન તેમજ બાર્બરાએ લખેલાં માનવ સંબંધો તેમજ ખુદને મદદરૂપ થતાં પુસ્તકોની બે કરોડથી વધુ નકલો દુનિયાભરમાં વેચાય ગઈ છે. પોતાના છેલ્લાં પુસ્તક વાય મેન ડોન્ટ લિસન એન્ડ વુમન કાન્ટ રિડ મેપ્સ માટે એલન-બાર્બરાનો એવો દાવો છે કે તેની પૂર્વતૈયારી માટે તેમને ત્રણ વરસ લાગ્યા હતા અને ચાર લાખ કિલોમીટરના પ્રવાસો પણ ર્ક્યા હતા. આ પુસ્તકમાં સ્ત્રીઓને બહુ બોલકી (જે હોય જ છે ) ગણાવીને એલન-બાર્બરા લખે છે કે, પુરુષોને તમે ગમે તેવી ભૂલભૂલામણીવાળી ઘુમાવદાર શેરીઓમાં છોડી દો તો એક નિશ્ર્ચિત રીતે ઠેકાણે પહોંચી જશે પણ તેને, એક જ સમયે બહુ બધા વિષય પર વાતો કરતી સ્ત્રીઓ પાસે છોડી દો તો એ ગૂંચવાઈ જશે… ચૂપ રહેવું, ઓછું બોલવુંકે ટૂકમાં પતાવવું એ પુરુષોનો સ્વભાવ છે પણ સ્ત્રીઓ અસંબધ્ઘ રીતે (આડેધડ) પોતાની વાત, વિચાર, અભિપ્રાયને એક જ વખતે વ્યક્ત કરતી હોય છે એટલે જ સ્ત્રી-પુરુષ (ખાસ કરીને પતિ-પત્નિ) વચ્ચે એક (કારણ વગરની) ટશન ચાલતી રહે છે. બહેતર માર્ગ એ છે કે પુરુષો પાસે એક સમયે એક જ વાત કરો
- Advertisement -
સ્ત્રી-પુરુષના સંબંધો આપણે ત્યાં જ નહીં, દુનિયા આખીમાં એક વણઉકેલ કોયડા જેવા જ રહ્યા છે. જેનો જવાબ જ નથી એવા સવાલો અને સમાધાનો થકી આપણે આ રિલેશનશીપને હંમેશ મીસમેચ જ માનીએ છીએ અથવા લાંબાગાળે એવું માનવા લાગીએ છીએ. વાસ્તવિક્તા તો એ છે કે સ્ત્રી-પુરુષ (પતિ-પત્નિ જ રાખોને, આપણા પૂરતું) ઉતર-દક્ષ્ાિણ દિશા જેવા અલગ-અલગ જ છે. સ્ત્રી મુલાયમ છે તો પુરુષ મહેનતકશ. માદા સેન્ટી હોય છે તો નર સખત. પત્નીઓ ભાવુક હોય છે તો પતિ ભડવીર ભાયડો. બન્નેના દિમાગમાં જન્મતાં હોર્મોન્સ જ તેને અલગ અલગ મુકામ પર ઉભા રાખે છે. તકલીફ એ છે કે ગાઈડલાઈન નોખી હોવા છતાં બન્ને ઈચ્છે છે એવું કે પ્રશ્ર્નપત્રો અને ઉતરો પણ એક સમાન જ મળવા જોઈએ. નોટ પોસિબલ. સરેરાશ દરેક પત્નિઓનું માનવું હોય છે (અને દરેક પતિએ આ સાંભળ્યું હોય છે) કે, તમને સેક્સ (પહેલાં) વખતે જ મારામાં, મારી વાતમાં રસ પડે છે ?
તન ભારતીય લાગતી આ વાત એક વિદેશી લેખક-બેલડી પોતાના પુસ્તકમાં આલેખે તેનો અર્થ એ જ કે કાગડા-કાગડી બધે સરખા જ છે અને તેનું કારણ સ્ત્રી-પુરુષનું દિમાગ અને તેમાં થતાં કેમિકલ લોચા છે. બેક લોચા ધ્યાને લેવા જેવા છે : પુરુષના દિમાગમાં ચેરીની સાઈઝનું હાઈપોથૈલેમસ હોય છે, જે સેક્સની ઈચ્છા જગાડતાં ટેસ્ટોસ્ટેરોનની માત્રા વધુ પેદા કરતું હોય છે. દિમાગની આ ચેરી નું વજન માત્ર સાડાચાર ગ્રામ જેટલું હોય છે. મહિલાઓમાં તેનું કદ અને પરિણામે વજન ઓછું હોય છે. સમજાણી વાત ? ચેરી મોટી એટલે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પુરુષમાં વધુ. ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધુ એટલે સેક્સની ઈચ્છા વધુ. સ્ત્રીઓની સેક્સ ડ્રાઈવ એટલે જ પુરુષ કરતાં ઓછી અથવા ધીમી હોય છે. એલન-બાર્બરા તો એવા તારણ પર પહોંચ્યા છે કે, પુરુષોની સેક્સ ડ્રાઈવ એટલે જ માઈક્રોવેવની જેમ જલ્દી ગરમ અને ઠંડી થઈ જાય છે, જયારે સેક્સ બાબતે સ્ત્રી ઈલેકટ્રિક ઓવનની જેમ ધીમે ધીમે ધગધગે છે અને ઠરવામાં પણ સમય લે છે
સેક્સ માટે સ્ત્રીઓને કારણની જરૂર પડે છે, પણ પુરુષોને માત્ર જગ્યાની જ આવશ્યક્તા રહે છે એવું તારણ કાઢનારી લેખક બેલડી જાણે છે કે સ્ત્રીઓનો મામલો જરા સેન્ટી લેવલ નો છે. સ્ત્રીઓ હંમેશા દરેક મનગમતી વાત કે વ્યક્તિથી એટેચ થઈને જ જીવે છે, જયારે પુરુષો દરેક બાબતે બુદ્ધિપૂર્વક અથવા ઈગોવશ કામ કરવા ટેવાયેલો છે. એક પત્નિ ઘરમાં ચાલતી અનેક ધમાલ વચ્ચે પોતાનું કામ પૂરી તન્મયતાથી કરી શકશે, પણ પતિ ? ઈટસ ઈમ્પોસિબલ. પતિ દેકારો કરી મૂકશે અથવા પોતાનું કામ જ નહીં કરે. એલન-બાર્બરા તારણ કાઢે છે કે, જો મહિલા પોતાના સંબંધોથી ખુશ નહીં હોય તો એ પોતાના કામમાં ધ્યાન નહીં આપી શકે અને પુરુષ પોતાના કામથી ખુશ નહીં હોય તો પોતાના સંબંધો પર ધ્યાન નહીં આપી શકે.
- Advertisement -
સ્ત્રી-પુરુષમાં જે તફાવત કે વિરોધાભાસ છે તે જિનેટીકલ કમ પણ જન્મજાત જ્યાદા છે. પિતા પર જતી દીકરી કે માતા પર જતાં સંતાનો એટલે જ ઓછા જોવા મળે છે ક્યોંકિ દીકરી કે દીકરા કરતાં પ્રથમ તો તે સ્ત્રી અને પુરુષ હોય છે. તેની લાક્ષ્ાણિક્તાઓ અનોખી અને અલગ-અલગ જ રહેવાની. એલન-બાર્બરાએ તારવેલાં કેટલાંક નિરીક્ષ્ાણો જુઓ : સ્ત્રીઓ બોલવા અને સાંભળવાનું કામ એક્સાથે કરી શકે છે અને પુરુષો પર એ એવા આરોપ મૂક્તી રહે છે કે તે બેમાંથી એકપણ કામ ઠીકથી નથી કરી શક્તો… સ્ત્રીઓને અંધારામાં જ સેક્સ કરવાનું પસંદ હોય છે કારણકે એ પુરુષને (સેક્સ ારા મળતી) ખુશી જોઈ શક્તી નથી… પુરુષો નગ્ન સ્ત્રીને જોશે તો રસપૂર્વક નિહાળવા લાગશે પણ સ્ત્રીઓ વસ્ત્રહીન પુરુષને જોઈને ખડખડાટ હસી પડશે… ભાવુક પુરુષ સાપની જેમ અચાનક ડંખી શકે છે પણ ભાવુક મહિલા માત્ર (ડંખી ગયેલી) એ વાત પર ચર્ચા કરવા માંગતી હોય છે… સ્ત્રી પુરુષને એટલા માટે નથી છોડતી હતી કે તેણે આપેલી સુખસાહ્યબીથી એ નાખુશ છે. સ્ત્રી પુરુષને માત્ર એટલે છોડે છે કે એ તેનાથી (પુરુષથી) ભાવનાત્મક અસંતુષ્ઠ હોય છે… પુરુષોને વિવેચન, ટીકાથી નફરત હોય છે અને એટલે જ તે કુંવારી છોકરીઓને પસંદ કરે છે (કે જે ક્યારેય પત્નિની જેમ કકળાટ નથી કરતી) સ્ત્રી પરેશાન હોય ત્યારે તેને સમાધાન સુઝાડવા બેસવાની બદલે તમારે એક કામ જ કરવું જોઈએ : તેને દેખાડો કે તમે તેને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છો
પુરુષ કે સ્ત્રી તરીકે ઉપરના તારણો સાથે તમે સહમત હો કે ન હો, એલન-બાર્બરાના આ અભ્યાસ સાથે તો તમે સહમત થશો જ કે સેક્સ માટે સ્ત્રીને તૈયાર કરવા માટે (તેને પંપાળો, સાંભળો, ચૂમો, વખાણો, બિરદાવો, મદદ કરો, લાડ કરો, પુચકારો, સહમત થાઓ, સહેલાવો વગેરે વગેરે વગેરે) તમારે આમાંનું ઘણુંબધું કરવું જરૂરી છે અને પુરુષને તૈયાર કરવા માટે ? તેની સામે માત્ર એક નિર્વસ્ત્ર સ્ત્રીને ઉભી કરી દો.
એલન-બાર્બરા તારણ કાઢે છે કે, જો મહિલા પોતાના સંબંધોથી ખુશ નહીં હોય તો એ પોતાના કામમાં ધ્યાન નહીં આપી શકે અને પુરુષ પોતાના કામથી ખુશ નહીં હોય તો પોતાના સંબંધો પર ધ્યાન નહીં આપી શકે.