વિસાવદરમાં માલધારીઓએ રેલી યોજી,વેપારીઓને બંધ પાળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
આજ રોજ રાજ્યવ્યાપી માલધારી સમાજે દૂધ વિતરણ કરવાનું બંધ રાખ્યું હતું. ત્યારે જૂનાગઢમાં પણ માલધારી સમાજે પશુ નિયંત્રણ કાયદોનો વિરોધ કર્યો હતો અને દૂધ વિતરણ બંધ રાખ્યું હતું.જેના અનુસંધાને શહેરની ચાની હોટલ અને લારીઓ મહંદઅંશે બંધ જોવા મળી હતી. દૂધ વિતરણ બંધ થતા ગૃહિણીઓને પણ મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો હતો.એક દિવસ દૂધ વિતરણ બંધ રાખીને માલધારી સમાજે રોષ વ્યક્ત કર્યો હતો.પશુ નિયંત્રણ કાયદો હટાવાની માંગણી કરી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લાખો લીટર દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાતા દૂધનો લાખો રૂપિયાનું ટર્ન ઓવર અટકી પડ્યું હતું.અને ચાના રસિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત વિસાવદરમાં માલધારી સમાજે રેલી યોજી હતી.તેમજ બંધનું એલાન પણ આપ્યું હતું. આ બંધનાં એલાનમાં વેપારીઓ જોડાયા હતાં. વિસાવદરમાં માલધારી રેલીમાં કોંગ્રેસનાં નેતાઓ પણ જોડાયા હતાં. માલધારીઓએ રેલી યોજી રોષ વ્યક્ત
કર્યોો હતો.