કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓને સૌરાષ્ટ્રના ગામેગામની મહિલાઓ સુધી પહોચાડવામાં ભાનુબેન બાબરિયાની મહત્વપૂર્ણ ભૂમિકા
બિનવિવાદાસ્પદ અને નિર્વિવાદી વ્યક્તિત્વ ધરાવતા ભાનુબેન બાબરિયા યુવાનો, મહિલાઓ, વૃદ્ધોથી લઈ સૌ કોઈમાં પસંદીતા જનપ્રતિનિધિ : ભરોસાની ભાજપ સરકારના શિક્ષિત અને સર્વસ્વીકૃત મહિલા ઉમેદવારને મતદારો ફરી એકવખત જંગી બહુમતી સાથે ચૂંટી કાઢશે
- Advertisement -
એરપોર્ટ, બસપોર્ટ, એઈમ્સ, લાઈટહાઉસ, સ્પોર્ટ્સસંકુલ, ગાંધી મ્યુઝિયમ, સાઈન્સ મ્યુઝિયમ, રામવન, રેસકોર્ષ-ર, અટલ સરોવર, ફ્લાયઓવર, અંડરપાસ, સિક્સલેન-ફોરલેન રોડ-રસ્તા, હોસ્પિટલ, કોર્ટ બિલ્ડીંગ, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, શૈક્ષણિક સંકુલ ડબલ એન્જીન ભાજપ સરકારની દેન
સ્ત્રીસશક્તિકરણના હિમાયતી ભાનુબેન બાબરિયાને મત એટલે રાજકોટની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરનાર દીકરીને મત
લોકશાહીના મહાપર્વ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું આવતીકાલે ગુરુવારે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવવાનું છે. તમામ વર્ગના મતદારોને ભાજપ તરફી જંગી મતદાન કરવાની અપીલ કરતા રાજકોટ વિધાનસભા-71 ગ્રામ્ય બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ જણાવ્યું છે કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનવાળી ભાજપ સરકાર હોવાના કારણે રાજકોટ માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ છે. ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. ભરોસાની ભાજપ સરકારના શાસનમાં રાજકોટ શહેર-ગ્રામ્યનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસને આગળ લઈ જવા માટે આવતીકાલે ભાજપ ઉમેદવારોને ખોબલે-ખોબલે મત આપીને વિજેતા બનાવજો. ભાનુબેનને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા ભાજપનાં વિવિધ અગ્રણીઓ: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, સંસદ રામભાઈ મોકરિયા અને મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. પ્રદીપ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, જિલ્લા ભાજપની ટીમના મનસુખભાઇ ખાચરિયા, મનીષ ચાંગેલા વગેરેએ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપ ીળયમ ભાનુબેન બાબરિયા સૌરાષ્ટ્રના માનીતા અને જાણીતા જનપ્રતિનિધિ છે, સર્વે સમાજમાં સર્વસ્વીકૃત રાજકારણી અને સમાજસેવિકા છે. મહિલા અગ્રણી તરીકે ભાનુબેન બાબરિયાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં બહુ મોટી નામના અને લોકચાહના મેળવી છે. મહિલા ઉત્કર્ષના કાર્યો જેવા કે, બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત તેમણે ભ્રૂણહત્યા અટકાવી, દીકરીઓને ભણતી કરી છે. આ ઉપરાંત સ્ત્રીઓને સ્વરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષા, સુરક્ષા આપવાની દિશામાં પણ તેમણે પ્રસંશનીય કાર્ય કર્યું છે. કોંગ્રેસનાં શાસનમાં મહિલાઓ અસુરક્ષિત, ભયભીત અને અબળા હતી. ભાજપ સરકારનાં શાસનમાં દેશની સાથોસાથ સ્ત્રીઓ પણ શક્તિશાળી અને સુરક્ષિત બની છે. કેન્દ્ર અને રાજ્યની મહિલાલક્ષી યોજનાઓ, જાહેરાતો, નિર્ણયોને સૌરાષ્ટ્રના ગામેગામની મહિલાઓ સુધી પહોચાડવામાં ભાનુબેન બાબરિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
દીકરીઓને મફત શિક્ષણ, બહેનોને નિશુલ્ક સ્વાસ્થ્ય સુવિધા, ગર્ભવતી સ્ત્રીને જરૂરી સહાય, મહિલાઓને પાક્કું ઘર, ઘરમાં નળ અને નળમાં જળ તેમજ ગેસની લાઈન કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના શાસનમાં મળ્યા છે. ભાજપ સરકાર મહિલાઓ માટેની સરકાર છે, મહિલાઓની સરકાર છે, સ્ત્રી સશક્તિકરણમાં માનનાર સરકાર છે અને એટલે જ ભાજપે રાજકોટમાં બે-બે મહિલા ઉમેદવારોને ટીકીટ આપી છે. મહિલાઓને સમાન હક્ક મળે તે માટે ભાજપ સરકાર કાર્યરત છે એવો મત ધરાવનાર રાજકોટ વિધાનસભા ગ્રામ્ય બેઠક પરથી ભાજપના શિક્ષિત અને સેવાભાવી ઉમેદવાર ભાનુબેન બાબરિયા મહિલાઓમાં અતિ લોકપ્રિય છે જ સાથોસાથ સામાન્ય મતદારોમાં પણ તેઓ ખૂબ જ લોકલાડીલા છે. રાજકોટ ગ્રામ્યમાં તેમનું નામ અને કામ બંને બોલે છે. બિનવિવાદાસ્પદ અને નિર્વિવાદી વ્યક્તિત્વ ધરાવતા ભાનુબેન બાબરિયા યુવાનો, મહિલાઓ, વૃદ્ધોથી લઈ સૌ કોઈમાં પસંદીતા જનપ્રતિનિધિ છે તેથી રાજકોટ ગ્રામ્યની જનતા તેમને ફરી એકવખત પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવા તૈયાર અને તત્પર છે.
મતદાતાઓએ જાણવું અને સમજવું જરૂરી છે કે, રાજકોટ ગ્રામ્ય અને શહેરના વિકાસને આગળ ધપાવવા માટે મનપા, લોકસભા અને રાજ્યસભામાં રાજકોટના જનપ્રતિનિધિની જેમ જ વિધાનસભામાં પણ રાજકોટના જનપ્રતિનિધિ હોવા આવશ્યક છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી રહેલા ભાજપના જનપ્રતિનિધિ જ રાજકોટનો સર્વાંગી વિકાસ શક્ય બનાવશે. જ્યાં માનવી ત્યાં સુવિધા, લઘુત્તમ સાધનોની મહત્તમ ઉપયોગ અને સૌના સાથ સૌના વિકાસનાં મંત્રને ચરિતાર્થ કરી ભાજપ સરકારના જનપ્રતિનિધિઓ જે શહેરની સેવા કરી રહ્યા છે. આવાસ યોજનાનાં સ્માર્ટ ઘર, એ.સી. કોમ્યુનિટી હોલ, શોપિંગ સેન્ટર, અત્યાધુનિક લાઈબ્રેરી, મહિલા સ્વીમીંગ પુલ, હરિયાણા બાગબગીચા બનાવવા આવ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકોને ઘર હોય પણ ઘરનું ઘર ન હોય, સૂચિત મકાન હોય તો એવા મહત્તમ સૂચિત મકાનો અને સોસાયટીઓમાં સનદ વિતરણ કરી લોકોનાં ઘરનાં ઘરનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. આ તમામ લોકહિતના કાર્યોમાં ક્યાંકને ક્યાંક ભાનુબેન બાબરિયાએ પોતાની ભાગીદારી નોંધવી જનસેવાનું કાર્ય કર્યું છે.
ભરોસાની ડબલ એન્જીન ભાજપ સરકારનાં કારણે રાજકોટ જેવા શહેરનો નિરંતર વિકાસ શક્ય બન્યો છે, રાજકોટ વિશ્વસ્તરે છવાયું છે. રાજ્યની સૌ પ્રથમ એઈમ્સની ભેટ રાજકોટને મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ શહેરની મધ્યમાં મળ્યું છે દુનિયામાં કયાંય પણ ન હોય એવું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ગાંધી મ્યુઝિયમ, શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસે મળ્યું છે પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, આજીડેમ પાસે રામવન અને અને રાજકોટનાં સીમાડે મળ્યું છે રેસકોર્ષ-ર, અટલ સરોવર તેમજ સાયન્સ સિટી. આ સાથે રૈયા સ્માર્ટસિટી, લોધિકા જીઆઈડીસી, સુરેન્દ્રનગર-રાજકોટ-સુરેન્દ્રનગર રેલ્વે ટ્રેક, રાજકોટ-અમદાવાદ 6 લેન હાઈવે, રાજકોટ-મોરબી 4 લેન હાઈવે, નવી ટીપી સ્કીમ, રૂડાનો નવો ઉદ્યોગ રેલ્વેની બોગી બનાવવાનું કારખાનું, સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, નવી જનાના હોસ્પિટલ, 10 જેટલા નવા બ્રીજ, અર્બન ફોરેસ્ટ, નવું કોર્ટ બિલ્ડીંગ, નવી મામલતદાર કચેરી, નવા પોલીસ સ્ટેશનો વગેરે.. વગેરે કેટકેટલું. અને હજુ પણ રાજકોટ ગ્રામ્ય મતવિસ્તારમાં નવી જીઆઈડીસી, નવા જીઈબી અને ફાયર સ્ટેશનથી લઈ ઉદ્યોગો વિકસે તે માટે ભાનુબેન બાબરિયા પ્રયત્નશીલ રહેવાના છે.
રાજ્ય અને કેન્દ્રની ભરોસાની ભાજપ સરકાર અઢળક લોકાર્પણ-ખાતમુહુર્તની વણજાર કરી રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કરી રહ્યાં છે. આ તમામ વિકાસ કાર્યોને આગળ ધપાવતા રહેવા માટે રાજકોટની ચારેય બેઠકો પર કમળ ખીલવું જરૂરી છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયાને વિજેતા બનાવવા અનિવાર્ય છે. આવતીકાલે ગુજરાત વિધાનસભા મતદાન દિવસ નિમિત્તે રાજકોટ ગ્રામ્યની જનતાને કમળના નિશાનવાળું બટન દબાવીને ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયાને વિજયી બનાવવા જણાવ્યું હતું.