ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી આ એક અખબારી યાદી માં જણાવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો, કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં ભાજપના ઉમેદવારોની તરફેણ માં લોકસંપર્ક, જાહેરસભા તથા ગ્રુપ મીટીંગો યોજીને આદરણીય પ્રધાનમંત્રી મોદીની વિકાસની રાજનીતિ અનુસરીને ભાજપના ઉમેદવારોની તરફેણમાં જંગી મતદાન કરીને જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને અનુરોધ કર્યો હતો. ભારત માતાને પરમ વૈભવના ઉચ્ચ સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાક પરિશ્રમ કરતા ગુજરાતના સપુત એવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર અને ભુપેન્દ્ર ભાઈ પટેલ ના નેતૃત્વમાં માં રાજ્ય સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને ચરિતાર્થ કરી શરૂ કરેલ જનકલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્રહિતના લીધેલા નિર્ણયો ધ્વારા દેશનો સર્વાંગી વિકાસ થયો છે.
- Advertisement -
દેશના 80 કરોડ જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે અનાજ, કિસાન સન્માન નિધી યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા જેવી અનેકવિધ યોજનાઓ થકી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગરીબો, વંચિતો, ખેડુતો, મહિલાઓ, યુવાનો, માટે ખરા અર્થમાં ચિંતા કરી છે અને તેમના માટે વિકાસનો નવો રાહ ખોલ્યો છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ રાષ્ટ્રવાદની વિચારધારા ને અનુસરી ને તમામ નગરપાલિકાઓ માં જંગી બહુમતીથી ભગવો લહેરાશે તેવો દ્રઢ વિશ્વાસ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી આ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.