જમાત-એ મુજાહિદ્દીન બાંગ્લાદેશ આતંકવાદી કેસમાં મોટી કાર્યવાહી કરતા NIAએ ભોપાલમાંથી વધુ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.
બંને બાંગ્લાદેશના છે અને ત્યાંના આતંકવાદીઓના સંપર્કમાં હતા. જેહાદીઓ સોશિયલ મીડિયા પર સામગ્રી પીરસીને યુવાનોને પોતાના કાર્યમાં આકર્ષવાનું કાર્ય કરતા હતા. આ ધરપકડ બાદ અત્યાર સુધીમાં NIAએ આ કેસમાં કુલ 9 આતંકીઓની ધરપકડ કરી છે.
- Advertisement -
અત્યાર સુધીમાં 9 આતંકીઓને દબોચી લીધા
ઉલ્લેખનીય છે કે, NIA મધ્યપ્રદેશમાં ફેલાયેલા JMB આતંકવાદી સંગઠનના નેટવર્કને ખતમ કરવામાં સતત વ્યસ્ત છે. તેને બીજી મોટી સફળતા મળી. તેણે ભોપાલમાંથી જ વધુ બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને આતંકવાદીઓની પૂછપરછમાં NIAને તેમના સહયોગીઓ અને તેમના નેટવર્ક વિશે ઘણી ગુપ્ત માહિતી મળી છે.
SIA Srinagar produced a supplementary charge sheet against accused Waheed-ur-Rehman Parra.Charge sheet also consists Abate challan against the OGW & terrorists involved in various terrorist acts (now killed)with whom accused Waheed-ur-Rehman had developed links…: Kashmir Police pic.twitter.com/ngOknsR570
- Advertisement -
— ANI (@ANI) August 8, 2022
બંને આતંકવાદીઓ બાંગ્લાદેશના
NIA દ્વારા ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ હમીદુલ્લા ઉર્ફે રાજુ ગાઝી ઉર્ફે મુફકીર ઉર્ફે સમીદ અલી મિયાં ઉર્ફે તલ્હા નિવાસી ગામ- પચાની, જિલ્લો- નારાયણગંજ, ઢાંકા, બાંગ્લાદેશ અને મોહમ્મદ સહાદત હુસૈન ઉર્ફે અબિદુલ્લા નિવાસી ગામ- પોખીરા, જિલ્લો- મદારીપુર તરીકે થઈ છે. આતંકવાદી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરવાની સાથે તે સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ યુવાનોને ઉકસાવવાનું સાહિત્ય ઉપલબ્ધ કરાવતા હતા.
NIA બોલાવી દીધો સપાટો
આ મામલામાં સૌથી પહેલા ATS દ્વારા 14 માર્ચે FIR નોંધવામાં આવી હતી. આ પછી, કેસની તપાસ પોતાના હાથમાં લેતા, NIAએ 5 એપ્રિલે કેસ નોંધ્યો. આ કેસમાં અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે બે નવા આતંકવાદીઓની ધરપકડ સાથે અત્યાર સુધીમાં નવ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.