મહેશગિરીનાં ચાવવાનાં અને દેખાડવાનાં જુદાં…
મહેશગિરી ક્યાંના છે? એમનાં પરિવારમાં કોણ છે? આ રહી વિગતો…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢમાં આજકાલ સાધુઓ જંગે ચડ્યાં છે. એમાં પણ વિવાદાસ્પદ ભગવાધારી મહેશગિરી થંભવાનું નામ લેતાં નથી. કોઈ અનાડી લોકો પણ જાહેરમાં જેવી ભાષાનો ઉપયોગ ન કરે તેવી ભાષા તેઓ સરેઆમ વાપરી રહ્યાં છે. અન્ય સાધુઓને તેઓ પરપ્રાંતિનાં મુદ્દે હાંકી રહ્યાં છે જ્યારે વાસ્તવિકતા એ છે કે, તેઓ સ્વયં પણ પરપ્રાંતિ છે. 2003ની સાલમાં ‘હોટલાઈન’ મેગેઝિનમાં પ્રકાશિત થયેલાં અહેવાલ મુજબ મહેશગિરી મૂળ નાસિકનાં વતની છે અને તેઓ કુલ ચાર ભાઈઓ છે. તેમણે એવો દાવો કર્યો હતો કે, ‘એક વખત હું મુંબઈનાં બદલાપુરમાં હતો ત્યારે મને એક સાધુ મળ્યાં- જેમની ઉંમર 95 વર્ષ હતી અને હાઈટ ત્રણેક ફૂટ. તેમણે મને કહ્યું કે, તું અહીં શું કરે છે? તારી રાહ તો ગિરનાર જુએ છે.’ એમની વાતમાં કેટલું તથ્ય છે એ કોઈને ખ્યાલ નથી. શક્ય છે કે વાત સત્ય હોય અથવા તો નર્યા ગપ્પાં પણ હોય. પરંતુ એક વાત સત્ય છે કે, તેઓ પરપ્રાંતિ છે.
ઘાંઘા થઈ ગયેલાં મહેશગિરીએ મીડિયા સામે મોરચો માંડ્યો
વિવાદાસ્પદ-બટકબોલા મહેશગિરીની મહંતપદ બાબતની લડાઈમાં ભૂંડી હાર થઈ છે. આ પરાજ્ય તેઓ પચાવી શક્યા નથી. ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે મીડિયા વિરુદ્ધ બેફામ બફાટ કર્યો હતો અને પોતાની હતાશા પ્રદર્શિત કરી હતી.