ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્ય હોકી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મહેશભાઈ દિવેચાની બિનહરીફ વર્ણી કરવામાં આવી છે. હાલમાં જ વડોદરા ખાતે રાજ્યના તમામ જિલ્લાઓના હોકીના પ્રતિનિધિઓની હાજરીમાં વાર્ષિક મિટિંગમાં ગુજરાત હોકી એસોસિએશનની જનરલ બોર્ડ મિટિંગમાં એસોસિએશનની નવી બોડીની રચના કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના મહેશભાઈ દિવેચા સમગ્ર ગુજરાત હોકી એસોસિયેશનની બોડીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે બિનહરીફ વરણી થઇ છે અને રાજકોટનું સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધાર્યું છે. 35 વર્ષથી રાજકોટમાં હોકીમાં કોચ તરીકે સતત યશસ્વી કામગીરી નિભાવી રહ્યા છે. વર્ષ 2022મા ઓલ ઇન્ડિયા લેવલની હોકી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ આયોજન કરવામાં સિંહ ફાળો હતો. ગુજરાત રાજ્ય હોકી એસોસિએશનના વોઇસ પ્રેસિડેન્ટ નિમણૂક બદલ મહેશભાઈ દિવેચા પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.