લોકસભા ચૂંટણીમાં ગુમાવેલી ભૂમિ પરત મેળવી લેતુ NDA
ભાજપના નેતૃત્વના મોરચાએ મહારાષ્ટ્રમાં 214 બેઠકો પર સરસાઈ સ્થાપી દીધી: મહાવિકાસ અઘાડી 70 બેઠકો પર આગળ: લાડલી બહેના અને હિન્દુત્વનું કાર્ડ ભાજપ માટે હુકમનુ પતુ પુરવાર થયુ
- Advertisement -
ઝારખંડમાં 81 બેઠકોમાં પ્રારંભીક રસાકસી બાદ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને 50થી વધુ બેઠકો પર સરસાઈ સ્થાપી દીધી: હેમંત સોરેનનો જાદુ ચાલ્યો: ભાજપ 28 બેઠકો પર આગળ
દેશમાં 2024ની અંતિમ પણ નિર્ણાયક ચુંટણીમાં મહારાષ્ટ્ર તથા ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતૃત્વના મહાયુતી મોરચાએ મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજય ભણી દૌટ મુકી છે. જયારે ઝારખંડમાં ભાજપ નેતૃત્વના એન.ડી.એ. તથા ઝારખંડ મુકતી મોરચાના નેતૃત્વના ઈન્ડીયા ગઠબંધન વચ્ચે પ્રારંભીક કસોકસની સ્થિતિ બાદ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વના ઈન્ડિયા ગઠબંધને નિર્ણાયક લીડ મેળવી લીધી છે અને 50 થી વધુ બેઠકો પર તે આગળ છે. જયારે ભાજપ નેતૃત્વના એનડીએને 28 બેઠકો પર સરસાઈ મળી છે. આમ મુખ્યમંત્રી હેમંત સોરેનનું વિકટ્રીમ કાર્ડ અને તેનો જાદુ ચાલ્યો છે. પેટાચૂંટણીમાં પણ ભાજપ તેમના શાસનના રાજયોમાં સરસાઈ બનાવી રહ્યા છે તો સૌથી મહત્વનું વાયનાડમાં કોંગ્રેસના મહામંત્રી તથા ગાંધી કુટુંબના વરિષ્ઠ સભ્ય પ્રિયંકા ગાંધી ચુંટણી જીતી જશે તેવી પ્રાથમીક સરસાઈ મેળવી લીધી છે.
સમગ્ર દેશનું ધ્યાન ખેચનાર મહારાષ્ટ્રની ધારાસભા ચુંટણીમાં 288 બેઠકો પર તા.20ના થયેલા મતદાન બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રારંભમાં જ ભાજપ નેતૃત્વની મહાયુતીએ સરસાઈ સ્થાપીને બહુમતી માટે જરૂરી 145 બેઠકો કરતા પણ વધુ આ લખાય છે તે સમયે 214 બેઠકો પર સરસાઈ સાથે ફરી મહાયુતીનું શાસન નિશ્ચિત કરી દીધુ છે. તો કોંગ્રેસ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) તથા એનસીપી (અજીત પવાર)ના મહાવિકાસ અઘાડીને ફકત 70 બેઠકો પર સરસાઈ છે. આમ મહારાષ્ટ્રમાં હવે મહાયુતીનું શાસન નિશ્ચિત કરી દીધુ છે અને ભાજપની લાડલી બહેના યોજના અને હિન્દુત્વની નીતિ સફળ રહી હોય તેવા સંકેત છે તો આ રાજયમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના આદીત્ય ઠાકરે આગળ છે. અજીત પવાર તેનાજ ભત્રીજા યુગેન્દ્ર પવાર પર મજબૂત સરસાઈ મેળવીને આગળ છે. ઝારખંડમાં કસોકસની લડાઈ હોવાના સંકેત બાદ 81 સભ્યોની વિધાનસભામાં શાસક ઈન્ડીયા ગઠબંધન અને ભાજપ નેતૃત્વના મોરચા વચ્ચે સતત સરસાઈનો ઉલટફેર થતો જોવા મળી રહ્યો હતો અને બન્ને મોરચા 38-39 બેઠકો આસપાસ સરસાઈથી જબરી લડત આપી રહ્યા હતા.
- Advertisement -
પરંતુ બાદમાં બાજી પલ્ટાઈ ગઈ છે અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વના ઈન્ડિયા ગઠબંધને નિર્ણાયક સરસાઈ સાથે 52 બેઠકો પર લીડ મેળવી છે અને ફરી એક વખત રાજયમાં સતા માટે આગળ વધી રહી છે. બીજી તરફ ભાજપ નેતૃત્વના એનડીએ ગઠબંધનને 28 બેઠકો પર સરસાઈ છે. આમ વિપક્ષો એક રાજય બચાવી શકે તેવા સંકેત છે. મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેના પત્ની કલ્પના સોરેન બંને આગળ છે. જયારે 3 અપક્ષો જેઓ હાલ સરસાઈ ભોગવે છે લોકસભા ચુંટણીમાં ભાજપને જે રીતે મહારાષ્ટ્રમાં ભારે પીછેહઠ નો સામનો કરવો પડયો હતો તે બાદ પક્ષે હરિયાણા બાદ આ રાજયમાં પણ તેની ખોવાયેલી ભૂમિ પરત મેળવીને શાનદાર કમબેક કર્યુ છે.
હવે તા.26ના રોજ જ વિધાનસભાની મુદત પુરી થતી હોય આગામી બે દિવસમાં જ નવી સરકારની શપથવિધિ યોજાશે તે નિશ્ચિત છે. જયારે ઝારખંડમાં ફરી સોરેન સરકાર આવશે તે નિશ્ચિત બની રહ્યું છે.
મહારાષ્ટ્ર પક્ષવાર સ્થિતિ
ભાજપ….124
શિવસેના (શિંદે)….55
એનસીપી (અજીત પવાર)…..34
અન્ય….2
કોંગ્રેસ…22
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)….20
એનસીપી (શરદ પવાર)….13
અન્ય….4