જૂનાગઢ રેન્જ IG અને SPના માર્ગદર્શનમાં મેળાનું ચુસ્ત આયોજન
ડ્રોન, સીસીટીવી, બોડીવોર્ન કેમરા સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીનો લઘુકુંભ મેળો યોજાય છે જેમાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો અને સાધુ – સંતો જોડાઈ છે ત્યારે મહાશિવરાત્રી મેળામાં ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને શાંતિપૂર્ણ રીતે મેળો સંપન્ન થાય તેના માટે રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની રાહબરી હેઠળ શિવરાત્રી મેળામાં પ્રથમ વખત હાઈટેક ટેક્નોલોજી સાથે રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત જળવામાં આવશે જેમાં અન્ય જિલ્લાના પોલીસ અધિકરીઓ સાથે કમર્ચારીઓ શિફ્ટ વાઇસ કામગીરી કરવામાં આવશે. મહાશિવરાત્રી મેળામાં પધારનાર યાત્રીકોનું જુનાગઢ જિલ્લા પોલીસ હાર્દિક સ્વાગત સાથે મેળામાં પધારનાર યાત્રીકો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ થાય તે માટે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા એક નવતર અભિગમ સાથે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ કરતા દરેક મુખ્ય પ્રવેશ દ્વારો ઉપર એક ચછ કોડ રાખવામાં આવેલ છે. જે ચછ કોડ સ્કેન કરતાની સાથે જ વોટસઅપ ઓપન થશે જેમાં ઇંઈં લખી સેન્ડ કરતાં આપને આપના જિલ્લા/શહેર ની પસંદગીનો વિકલ્પ પુછવામાં આવશે જે પસંદ કરી સેન્ડ કરતાની સાથે જ આપના વાહનનું ફાળવવામાં આવેલ પાર્કિંગની જગ્યાનો ગુગલ મેપ ઓપન થશે. જે જગ્યાએ આપનું વાહન પાર્ક કરવાનું રહેશે. તો ચાલો મહા શિવરાત્રી મેળામાં પધારનાર આપ સૌ ભાવિક ભક્તો મોબાઇલના માધ્ય્મથી ચછ કોડ તેમજ નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી આપનું વાહન યોગ્ય જગ્યાએ સુરક્ષિત પાર્ક કરો. તેવી જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અપિલ કરવામાં આવે છે.
આકસ્મિક સમયે મેળામાં વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો
પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો પધારતા હોય ત્યારે તંત્ર દ્વારા ખાસ રસ્તા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે મહાશિવરાત્રી મેળામાં ભવનાથ જવા માટે એક જ આવન જાવનનો રસ્તો હોય ત્યારે મહાશિવરાત્રી મેળા દરમિયાન આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે વૈકલ્પિક માર્ગ રાખવામાં આવ્યો છે. રૂપાયતનથી નવા ભવનાથ, ઈટવાની ઘોડી, અમદાવાદી કુવા, જાંબુડી નાકાથી ડેરવાણ થઈ જૂનાગઢ ભેસાણ રોડ ખાતે વૈકલ્પિક માર્ગથી નીકળી શકાશે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની પોલીસ ફરજ નિભાવશે
ભવનાથ તળેટીમાં પ્રતિવર્ષ મેળામાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટી પડે છે ત્યારે પોલીસ દ્વારા અન્ય જિલ્લામાંથી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મેળામાં ચુસ્ત બંદોબસ્ત જાળવશે. જેમાં કાયદો વ્યવસ્થની સ્થિતિ જાળવવા અને અસામાજિક તત્વોને ઝડપવા 12 ડીવાયએસપી, 22 પી.આઇ.123 પીએસઆઇ, 1059 પોલીસ જવાન, 130 ટ્રાફિક પોલીસ, 529 હોમગાર્ડ, 226 જીઆરડી જવાન સહિત કુલ 2500થી વધુ પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક પોલીસ બંદોબસ્ત તહેનાત રહેશે.
- Advertisement -
મેળાના પાંચ મુખ્ય સ્થળ પર ઉચ્ચ અધિકારીની નજર
ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળો જ્યારે કાલથી શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મેળાના મુખ્ય સ્થળ પર પાંચ અધિકારીઓ ફરજ બજાવશે. જેમાં ગિરનાર દરવાજા એક્ઝિટ પોઇન્ટ, ભરડાવાવ એન્ટ્રી ગેઇટ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ મુખ્ય માર્ગે પોલીસ પોઇન્ટ, વડલી ચોક અને મંગલનાથ બાપુની જગ્યા સામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્ટેન્ડ બાય રહેનાર છે.
G, SP, 12 DySp, 2500, 2500 કર્મી તૈનાત
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષકની રાહબરીમાં મેળામાં ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો ભાવિકોની સલામતી માટે 12 ડીવાયએપી, 22 પીઆઇ, ત્રણ બીડીએસ સકવોર્ડ, બોડી વોર્ન કેમેરા સાથે 2500 વધુ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તળેટી વિસ્તારમાં ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રખાશે.
468 CCTV કેમેરા દ્વારા પોલીસની બાજ નજર
મેળામાં 468 સીસીટીવી કેમેરાથી વીડિયો સર્વેલન્સ સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સીસીટીવી કેમેરા દ્વારા વીડિયો સર્વેલન્સ રાઉન્ડ ધ ક્લોક રાખી શકાય તે માટે અગત્યના પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જુનાગઢ શહેરમાં 411 અને ભવનાથ વિસ્તારમાં 51 કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ મહાનગરપાલિકાના 36 કેમેરા દ્વારા પણ વીડિયો સર્વેલન્સની કામગીરી કરી તેનું જીવંત પ્રસારણ ભવનાથ તથા નેત્રમ શાખામાં થશે.
મેળામાં નિ:શુલ્ક પાર્કિંગ પોઇન્ટ ઉભા કરાયા
મજેવડી દરવાજાથી ભરડાવાવ સુધી ચાર પા કગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે તે તમામ નિ:શુલ્ક રહેશે જેથી આ સ્થળોએ કોમ શયલ વપરાશ કરવામાં આવશે નહીં. વાહન ચાલકો પાસેથી ભાડું વસૂલવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દર વર્ષે તંત્ર દ્વારા નિ:શુલ્ક પાર્કિંગ જાહેર કરવામાં આવે છે પરંતુ અમુક તત્વો દ્વારા મેળામાં આવતા વાહનચાલકો પાસેથી પૈસા વસુલાય છે આ વખતે આવુ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા માંગ ઉઠી છે.