મહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટમાં શિંદે પાસ થઈ ગયા છે. બીજી બાજૂ ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, જ્યાં તેમને મોટો ઝટકો લાગ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદે-ભાજપ સરકારના ફ્લોર ટેસ્ટની કાર્યવાહીની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ઉદ્ધવ જૂથ તરફથી નવા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના એ નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે, જેમાં તેમણે શિંદે જૂથના ચીફ વ્હિપને શિવસેના પાર્ટીના વ્હિપ નિમણૂંક કરવાની મંજૂરી આપી દીધી. જો કે, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડતા આ કેસમાં 11 જૂલાઈની તારીખ આપી છે. આ બાજૂ શિંદે સરકાર વિધાનસભામાં બહુમત પાસ કરી લીધો છે અને તેમના સમર્થનમાં 164 વોટ પડ્યા છે.
- Advertisement -
નવા સ્પિકરના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર
ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને શિંદે જૂથ તરફથી વિધાનસભાના અધ્યક્ષ બનાવામા આવ્યા હતા, તેમણે 164 વોટ સાથે રવિવારે જીત મેળવી લીધી હતી. તેના થોડા કલાકો બાદ તેમણે ઉદ્ધવ જૂથ તરફથી શિવસેનાના મુખ્ય સચેતક સુનીલ પ્રભુને હટાવી દીધા હતા અને શિંદે જૂથ તરફથી ભરત ગોગાવલેને શિવસેનાના ચીફ વ્હિપ નિયુક્ત કર્યા હતા. તેમને ઉદ્ધવ જૂથ તરફથી ધારાસભ્ય દળના નેતા બનાવામાં આવેલા અજ્ય ચૌધરીની નિમણૂંક રદ કરી દીધી અને એકનાથ શિંદેના શિવસેના નેતા પદ પર બેસાડી દીધા હતા.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ ન આપ્યો, 11 જૂલાઈએ થશે સુનાવણી
ચીફ વ્હિપની નિયુક્તિ પર સ્પિકરે લીધેલા નિર્ણય વિરુદ્ધ ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. સીનિયર અડવોકેટ અભિષેક મનુ સિંધવીએ જસ્ટિસ ઈંદિરા બેનર્જી અને જેકે મહેશ્વરીની વેકેશન બેન્ચની સામે આ મામલો ઉઠાવ્યો હતો. સિંધવીએ કહ્યું હતું કે, શિંદે જૂથ તરફથી નિયુક્ત વ્હિપને માન્યતા આપવાનું કામ સ્પિકરનું નથી, તેમને કોઈ અધિકાર નથી. કારણ કે ઉદ્ધવ ઠાકરે હજૂ પણ શિવસેનાના સત્તાવાર પાર્ટીના અધ્યક્ષ છે. સિંઘવીએ એવું પણ કહ્યુ કે, ગત અઠવાડીયે શિંદે ગ્રુપના સુનીલ પ્રભુને શિવસેનાના સત્તાવાર મુખ્ય સચેતક બનાવવાને લઈને કોર્ટમાં પડકાર આપ્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કરવાની ના પાડી હતી. હવે સ્પિકરે નવા વ્હિને માન્યતા આપી દીધી છે. જે કોર્ટ દ્વારા ચાલી રહેલી સ્થિતિનું ઉલ્લંઘન છે.