મહાકુંભમાં ગુજરાતને મુખ્યમંત્રી યોગિત્યાનંદ સન્માનિત કર્યું
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
હાલ મા વિશ્વ ને આકર્ષીત કરનાર અને સાધુ સમાજ ના ચાર વર્ષે આવતા પર્વ માં આ વર્ષે 144 વર્ષ બાદ ગ્રહો નક્ષત્રો ના સંજોગો મળતા યોજાયેલ મહા કુંભ મેળા માં દેશ ની 30% જેટલી અને આપણા રાજ્ય ની વસ્તી કરતા સાત આઠ ગણી પ્રજા હાજરી આપવાની છે.
તેવાં સમયે યાત્રાધામ બેટ દ્વારકા થી બાલ ઉમરે સંસાર નો ત્યાગ કરી બાલયોગી બનેલા અહીં ના શ્રી રામ ઝરોખા મંદિર ના મહંત અને પંચ તેરાહ ભાઈ ત્યાગી આખાડા ના મહંત 1008 શ્રી ગોપાલદાસ ને સાધુ પરંપરા મુજબ ની તપસ્ચાર્ય કરવી, સાધુ સંતો ની સેવા કરવી, સમાજ અને ભક્તો ની સેવા કરવી, હિન્દુ સનાતન ધર્મ ની રક્ષા અને પ્રચાર પ્રસાર કરવા જેવી લોકહિત પ્રવૃતિ ને ધ્યાન મા લઈ શંકરાચાર્ય સ્થાપિત પરમધર્મ સંપ્રદાય 1008 દ્વારા આખાડા પરિષદ ના પ્રસ્તાવ ને માન્ય રાખી સાધુ સમાજ ની સન્માનનીય પદ શ્રી મહા મડલેશ્વર થી પદ પદાધિત સ્થાન પર સતુઆ બાબા સેવા શિબિર ખાતે આખાડા ના સ્વામી શ્રી વિષણું આચાર્ય ની હાજરી મા ઉતર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથજી દ્વારા સર્વે સંતો,મહંતો ની હાજરી માં શ્રી મહા મડલેશ્વર ના પદ પર વસંત પંચમી ના શુભ દિવસે સન્માનીત કરવા મા આવતા તેમણે ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે.