આવતીકાલે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાજરી આપશે
‘પ્રત્યેક માનવને પ્રભુ અંશ માની તેની સેવા કરો, બીજાને સાંભળો અને સંભાળો’- આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવપ્રસાદજી બાપુનું કર્મસૂત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’ શરૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. મોરારિબાપુ રામાયણરૂપી જ્ઞાનગંગાનું રસપાન કરાવી રહ્યા છે. રાજકોટના આંગણે યોજાઈ રહેલી રામકથામાં દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે વૈશ્ર્વિક રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, પ્રેમ, સંવેદના, કરૂણાના મૂલ્યોને સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહી છે. મોરારિબાપુ તેમના કથનમાં જીવનનાં મહત્ત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ, કર્તવ્ય, શાંતિની સમજણ રાજકોટવાસીઓ તેમજ દેશ વિદેશથી આવેલા મહેમાનોને આપી રહ્યા છે. કથા સમાજમાં શ્રદ્ધા અને વિશ્ર્વાસની ભાવનાને ઉજાગર કરે છે. આવતીકાલે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાજરી આપશે. આ તકે આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવપ્રસાદજી બાપુએ વૈશ્ર્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’માં હાજરી આપી હતી. આણંદબાવા સંસ્થા, જામનગરના મહંત દેવપ્રસાદજી બાપુ શિક્ષણ, આરોગ્ય, આશ્રયસ્થાનો, કૃષિ, જળ સંચયન ક્ષેત્રે નોંધપાત્ર અને વિશિષ્ટ કામગીરી કરી રહ્યા છે. મહંત દેવપ્રસાદજી બાપુના આશ્રમની સેવાકીય પ્રવૃતિઓ 325 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. તેમના આશ્રમમાં સેવાકીય પ્રવૃતિઓની 325 વર્ષ જૂની પરંપરા છે. કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર ‘સર્વધર્મ હિતાય, સર્વજન સુખાય’ના ભાવ સાથે સમાજના ઉત્થાન માટે મહંત દેવપ્રસાદજી બાપુ કાર્યરત છે. ‘પ્રત્યેક માનવને પ્રભુ અંશ માની તેની સેવા કરો, બીજાને સાંભળો અને સંભાળો.’ આણંદબાવા સંસ્થા, જામનગરના પૂ. મહંતશ્રી દેવી પ્રસાદજી બાપુનું કર્મ સૂત્ર છે.