- ઉત્તરાખંડમાં કેદારનાથ, દેવઘરમાં ભગવાન શિવનું પૂજન થયું
દેશભરમાં ગઈકાલે મહા શિવરાત્રીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી થઈ હતી.ઉજજૈનમાં ભાંગ-મેવાથી મહાકાલનો શૃંગાર થયો હતો.અહીં બાબા મહાકાલનાં દર્શન માટે 12 લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. તો મહા શિવરાત્રીએ વારાણસીનાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજન-અર્ચન અને જલાભિષેક થયા હતા.
અહી ભકતોની ત્રણ કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. અહીં 8 લાખથી વધુ લોકોએ બાબા કાશી વિશ્વનાથ દાદાના દર્શન કર્યા હતા.આજ રીતે મહા શિવરાત્રીએ ઉતરાખંડમાં પણ ભાવિકોની ભારે ભીડ દર્શન કરવા મંદિરોમાં જામી હતી.
- Advertisement -
હરીદ્વારમાં દક્ષેશ્ર્વર મહાદેવ મંદિરોમાં શિવલીંગ પર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ જલાભિષેક કર્યો હતો.મહા શિવરાત્રીની ધૂમ દક્ષિણનાં રાજય કેરળમાં પણ જોવા મળી હતી. શિવરાત્રીનાં પર્વ નિમિતે કોચીનનાં અલુવા મહાદેવ મંદિરે ભકતોની ભીડ ઉમટી પડી હતી.લોકોએ લાંબી હરોળમાં ઉભા રહીને ભગવાન શિવના દર્શન કર્યા હતા.
#WATCH | 'Sehra Aarti' performed at Mahakaleshwar temple in Ujjain, Madhya Pradesh. Meanwhile, Mahashivratri was celebrated across the country yesterday. pic.twitter.com/hQfplZKmQC
— ANI (@ANI) March 9, 2024
- Advertisement -
પ્રયાગરાજમાં સંગમ ખાતે માદ્ય મેળામાં સ્નાન કરવાનાં અંતિમ દિવસે મહા શિવરાત્રીએ 9 લાખથી વધુ ભકતોએ નદીમાં ડુબકી લગાવી હતી.મહા શિવરાત્રીએ હિમાલયમાં સ્થિત કેદારનાથમાં ભગવાન શિવના પૃષ્ઠ ભાગની પુજા કરવામાં આવી હતી. અહી ભગવાન શંકર નંદી (બળદ)ની પીઠની આકૃતિ-પિંડના રૂપમાં કેદારનાથમાં પૂજવામાં આવે છે.
તો દેવઘરમાં પૂજવામાં આવે છે. શિવ પુરાણમાં વર્ણિત છે કે દેવઘરમાં બાબા વૈદ્યનાથ જયોતિર્લીંની સ્થાપના રાવણ દ્વારા કૈલાસ પર્વતથી લંકા લઈ જવાના ક્રમમાં થઈ હતી. માન્યતા છે કે મહા શિવરાત્રીનાં દિવસે બાબા વૈદ્યનાથની દેવઘરમાં સ્થાપના થઈ હતી.