સર્વેશ્ર્વર ચોકમાં રામ મંદિરમાં બિરાજતા દુંદાળા દેવને બીજા દિવસે અનન્ય શણગાર કરાયો
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયે દાદાનાં દર્શન કર્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ “સર્વેશ્ર્વર ચોક’ છેલ્લા નવ વર્ષથી “સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં આ વષે ગણેશ પંડાલ “રામ મંદિર” ઉપર આધારીત છે. ગણેશ મહોત્સવના બીજા દિવસે આરતીમાં રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કશ્યપભાઈ શુક્લ તેમજ હીનાબેન શુક્લ, રાજકોટ બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિતભાઈ જાની, રાજકોટ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલભાઈ શુક્લ તેમજ નીતિનભાઈ નથવાણી, પ્રવીણભાઈ ચાવડા અને રસિકભાઈ સહિતના આગેવાનો હાજર રહી દુંદાળાદેવની ભક્તિભાવ પૂર્વક આરાધના તેમજ આરતી કરી હતી. આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણપતિ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 8-30 કલાકે મંગળા આરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયન આરતી કરવામાં આવે છે. અહીં રોજ 30,000 થી 40,000 ભાવિકો આરતી અને દર્શનનો લાભ લ્યે છે. તેમજ તમામ ભાવિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું.



