મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. જેના કારણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમણે નિવાસસ્થાને બેઠક બોલાવી હતી.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બોલાવી બેઠક
- Advertisement -
મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. આ મામલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવાસસ્થાને તાત્કાલિક બેઠક બોલાવી છે.
માહિતી મુજબ, ગુનાના આરોન વિસ્તારના જંગલમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ અને શિકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક એસઆઈ અને બે કોન્સ્ટેબલના મૃત્યુ થયા હતા. સાથે જ ડ્રાઈવરને પણ ઈજા થઈ છે. અથડામણ પાછળના કારણ વિશે હાલ કોઈ અધિકારી કંઈપણ કહેવા તૈયાર નથી.
- Advertisement -
પોલીસ કર્મીના શરીરમાં 12 થી 15 ગોળીઓ ફાયર કરવામાં આવી
જો કે, કાળિયાર શિકાર કેસમાં પોલીસ કર્મીઓ શિકારીઓની શોધખોળ કરતા હોવાની ચર્ચા છે. જ્યાં શિકારીઓએ છુપી રીતે તેમના પર ગોળીબાર કર્યો હતો. એક પોલીસ કર્મીના શરીરમાં 12 થી 15 ગોળીઓ ફાયર કરવામાં આવી છે. એવી ક્રુર રીતે તેમની હત્યા કરવામાં આવી છે.
એન્કાઉન્ટરમાં SI રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીરજ ભાર્ગવ, કોન્સ્ટેબલ સંતરામનું મૃત્યુ થયું હતું. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ મુદે અધિકારીઓ સાથે મુખ્યમંત્રી કરશે ચર્ચા
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સવારે 9.30 વાગ્યે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈસ, DGP વર્ચ્યુઅલ રીતે બેઠકમાં હાજરી આપશે, એડીજી ઈન્ટેલિજન્સ, મુખ્ય સચિવ ગૃહ, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજરી આપશે. આ ઉપરાંત ક્રાઇમ બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ પણ વર્ચ્યુઅલ મીટિંગમાં જોડાશે.